Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવારથી જ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયોઃ
ગાઝીપુર તા. ૩૦: આજે ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં મુખ્તાર અંસારીની દફનવિધિ કરવામાં આવી છે. ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે તેઓને વડીલોની કબરો નજીક દફનાવાયા હોવાનું જાણવા મળે છે.
મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કાર પહેલા ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મુખ્તારના ઘરની બહાર તેમના સમર્થકોની ભીડ હતી અને જોરથી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતાં. હંગામાને જોતા પોલીસ હાલ એલર્ટ મોડ પર હતી. કબ્રસ્તાનની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં. સવારે ૧૦-૩૦ થી ૧૧ કલાકે કાલીબાગ કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. તે સમયે આખું ગાઝીપુર કિલ્લામાં ફેરવાઈ ગયું છે.
ચૂસ્ત બંદોબસ્ત માટે યુપીના દરેક ખૂણેથી ગાઝીપુરમાં પોલીસ બોલાવવામાં આવી હતી. રપ નાયબ પોલીસ અધિક્ષક, ૧પ એડિશનલ એસપી, ૧પ૦ ઈન્સ્પેક્ટર, ૩૦૦ સબ ઈન્સ્પેક્ટર, ૧૦ આઈપીએસ અને રપ એસડીએમ સહિત તમામ ટોચના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાલમાં ગાઝીપુરમાં છે. આ સિવાય ગાઝીપુરના ડીએમ, ડીઆઈજી, આઈજી, એડીજી ઝોન, સીડીઓ ગાઝીપુર પીએસીની ૧૦ બટાલિયન, આરએએફ, યુપી પોલીસના પ૦૦૦ જવાન અને પાંચ હજાર હોમગાર્ડ જવાનો હાલમાં મોહમ્મદબાદમાં સુરક્ષા માટે તૈનાત હતાં. મુખ્તાર અંસારીની કબર તેના પિતા સુભાનલ્લા અંસારીની કબરની સામે જ ખોદવામાં આવી છે. તેની બાજુમાં જ તેની માતાની કબર છે. તેમના દાદા અને પરદાદાની કબરો પણ અહીં છે. મુખ્તાર અંસારીની ઈચ્છા હતી કે તેમને તેમના વડીલો પાસે દફનાવવામાં આવે. મુખ્તાર અંસારીની કબરનું ખોદકામ તેમના ભત્રીજા શોહેબ અંસારીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial