Advertisement
Author: નોબત સમાચાર

સિક્કા માધ્યમિક શાળામાં ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓને એનિમિયા, ટી.બી., રક્તપિત્ત, કુપોષણ અંગે માર્ગદર્શન

જામનગર તાલુકામાં સિક્કા નગરપાલિકા સંચાલિત

જામનગર તા. ૩૦: જામનગર તાલુકાના સિક્કા નગરપાલિકા સંચાલિત સિક્કા માધ્યમિક શાળામાં ૩૧૦ જેટલા વિદ્યાર્થીઓને એનિમિયા, ટીબી, રક્તપિત્ત, કુપોષણ જેવા ગંભીર રોગો વિશે કાર્યક્રમ દ્વારા વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. એનિમિયા મુક્ત ભારત અંતર્ગત કુપોષણને કારણે એનિમિયા વધતો જાય છે તેને અટકાવવા કેવો પોષણયુક્ત આહાર લેવો તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયાથી વધારે ઉધરસ આવવી, ગળફામાં લોહી નીકળવું, ભૂખ ન લાગવી કે વજન ઘટી જવો જેવા લક્ષણો હોય તો તેની તપાસ અને દર્દીને શું કાળજી રાખવી જ ોઈએ અને ટીબી અટકાવવા માટે શું કરવું જોઈએ તે અંગે સમજુતિ આપવામાં આવી હતી.

સરકાર દ્વારા નીક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના દર્દીને રૂા. પ૦૦ ની સહાય આપવામાં આવે છે. તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારા જવાબ આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ પણ આપવામાં આવ્યા હતાં.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા, જિલ્લા ક્ષય અધિકારી ડો. પ્રેમ કુમાર કુન્નરના માર્ગદૃશન હેઠળ કામ કરતા ડી.એસ. બી.સી.સી. ચિરાગભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને એનિમિયા અને ક્ષય વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ પી.એમ.ડબલ્યુ. કપિલભાઈ, ટીબી હેલ્થ વર્કર સનિભાઈ અને હરદાસભાઈ દ્વારા લેપ્રેસી અને કેન્સર વિશે માહિતી આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh