Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિસિપલ કમિશનર તથા જીલ્લા પોલીસ વડાને આવેદન પાઠવાયું
જામનગર તા. ૩૦: જામનગર મહાનગરપાલિકાના અધિકારીને ધાક-ધમકી આપી તેની પાસેથી ખંડણી માંગવા અંગેની ફરિયાદ કોંગ્રેસના કોર્પોરેટરના પતિ સામે નોંધાઈ હતી. આ બનાવથી સમસ્ત બ્રહ્મ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આજે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી કડક પગલા લેવા માંગ કરી હતી.
જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ)ના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ પ્રફુલ્લભાઈ વાસુ અને શહેર પ્રમુખ આશિષ જોષીની આગેવાનીમાં આજે બ્રહ્મ સમાજના લોકો વિશાળ સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીમાં એકત્ર થયા હતાં. જેમાં સમાજના વિવિધ ઘટકો, ભાઈઓ-બહેનો વગેરે જોડાયા હતા અને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે, મહાનગર પાલિકાના સિટી એન્જિનિયર્સ ભાવેશ જાની પોતાની ચેમ્બરમાં ફરજ ઉપર હતા ત્યારે કોર્પોેરટરનો પતિ દિપ પારીયાએ તેમને ધાક ધમકી આપી એક લાખના હપ્તાની રકમની માંગ કરી હતી અને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આથી આવા શખ્સો સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવા લુખ્ખા તત્વો ભવિષ્યમાં બ્રહ્મ સમાજ ઉપર હાથ નાખતા પહેલા વિચાર કરે.
આવેદનપત્ર પાઠવતા સમયે વલ્લભભાઈ જોષી, નયન વ્યાસ, સુનિલ ખેતીયા, ભાસ્કર જોષી, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના કેતન ભટ્ટ, નિશાબેન અસ્વાર, કોર્પોરેટરો સુભાષ જોષી, ડિમ્પલબેન રાવલ, મનિષાબેન ઠાકર, જસ્મીન ધોળકીયા, મનિષાબેન સુમ્બડ, ભૂદેવ સમાજના નિલય ઠાકર, મહાદેવ મિત્ર મંડળના રાજુભાઈ વ્યાસ સહિત સમાજના ભાઈઓ-બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. આવેદનની એક નકલ જીલ્લા પોલીસવડાને પણ પાઠવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial