Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં આજે ૩૦૦ સ્થળે હોલિકા દહનઃ કાલે રંગોત્સવ

કલર- પિચકારી- ધાણી- દાળિયા-પતાશાની ઘરાકી નીકળીઃ ભારે ઉત્સાહનો માહોલ

જામનગર તા. ૧૩: આજે હુતાશણી અને આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે. છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં સનાતન હિન્દુ ધર્મના અનેક તહેવારો ધામધૂમપૂર્વક ઉજવાય છે, ત્યારે આજે અસત્ય પર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે કે 'હોલિકા દહન' જેની પણ ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે,

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ૩૦૦થી વધુ સ્થળો પર હોલીકા દહનનો કાર્યક્રમ યોજાયો છે. જામનગર શહેરના નાના મોટા ચોક, શેરી,ગલ્લી સહિતના વિસ્તારોમાં તેમજ કેટલાક ખાનગી પ્લોટમાં પ્રતિવર્ષ મુજબ આ વખતે પણ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. સ્થાનિક વિસ્તારના કાર્યકરો વગેરે દ્વારા છાણા-લાકડું ગોઠવીને હોળી તૈયાર કરાઇ છે, તેમજ કેટલાક બાળકો દ્વારા છાણાના નાના હારડા પણ બનાવાયા છે, અને હોલિકા દહનના કાર્યક્રમની તૈયારીઓ કરાઈ છે. આસપાસના સમગ્ર વિસ્તાર- ચોક વગેરેને ધજા પતાકા  થી સુસજ્જ કરવામાં આવ્યા છે. આને હોળી મહોત્સવની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા પણ શહેરના આવા અનેક સ્થળો પર સાફ-સફાઈ કાર્ય હાથ ધરીને વધારાની લાઇટિંગની વ્યવસ્થા પણ ગોઠવી આપવામાં આવી છે, અને ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી છે.

 જામનગર શહેરમાં છેલ્લા ૭૦ વર્ષથી શાક માર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા સૌરાષ્ટ્રની સૌથી ઊંચા ૨૫ ફૂટના હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વખતે પણ ભોઈ સમાજ દ્વારા હોલિકા દહનની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, અને ૨૫ ફૂટની હાઈટનું હોલિકા નું પૂતળું તૈયાર કરાયું છે. ભોઈ સમાજ જ્ઞાતિની વાડીમાંથી આ પૂતળાને વહેલી સવારે વાજતે ગાજતે પ્રોસેસન કાઢીને શાકમાર્કેટ વિસ્તાર સુધી લઈ જવામાં આવ્યું હતું. જેમાં ભોઈ સમાજના અનેક યુવા-યુવતીઓ અને જ્ઞાતિજનો ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારબાદ શાક માર્કેટ વિસ્તારમાં પૂતળાનું સ્થાપન કરવામાં આવ્યું છે જ્યાં સાંજે શહેર જિલ્લાના મહાનુ ભાવોની ઉપસ્થિતિમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. જામનગર શહેરના હજારો ઉત્સવ પ્રેમીઓ આ હોલિકા દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેશે. તે માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

જામનગરની ઉત્સવ પ્રેમી જનતા દ્વારા હોલિકા મહોત્સવની સાથે સાથે રંગોત્સવનું પર્વ ધૂળેટી પણ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેની પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હોલિકા દહનના કાર્યક્રમ માટેની પૂજા સામગ્રી જેમાં ખાસ કરીને શ્રીફળ, ધાણી, દાળિયા, ખજૂર, પતાશા, સાકર ના હારડા સહિતની સામગ્રીના વેચાણ માટે જામનગર શહેરના અનેક સ્થળે સ્ટોલ ઉભા થયા છે, અને ત્યાં અનેક લોકો ખરીદી માટે પણ ઊમટી રહૃાા છે. ત્યારબાદ રંગોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે કલર- પિચકારી વગેરેના વેચાણ માટેના પણ અનેક સ્થળે સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા છે. નાના ભૂલકાથી માંડીને મોટેરાઓ સુધી દરેક માટે પિચકારીની અલગ અલગ વેરાઈટીઓ મેદાનમાં આવી છે, અને નગરના અનેક લોકો પિચકારી- કલર વગેરેની ખરીદી કરવા માટે ઉભેલા જોવા મળી રહૃાા છે. જામનગર શહેરમાં આશરે ૨૦૦ થી વધુ સ્થળો ઉપર આવા હંગામી સ્ટોલ ઊભા થયા છે અને ત્યાંથી વેચાણ થઈ રહૃાું છે.

 શહેરમાં અનેક સ્થળો પર લોકો સાવર ધુળેટી મહોત્સવ મનાવે છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, અથવા તો કોઈ પર બિનજરૂરી રંગ ના ઉડાળે, તે માટે પોલીસ દ્વારા પણ ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે, અને શહેરના જુદા જુદા વિસ્તારમાં ત્રણેય પોલીસ ડિવિઝનની પોલીસ ટુકડીને દોડતી કરાવાઇ છે, ઉપરાંત ટ્રાફિક સમસ્યા ન સર્જાય, તે માટે ટ્રાફિક શાખા પણ સાબદી બનેલી છે.

 જામનગરના યુવા વર્ગ માટે શહેરની આસપાસના હાઇવે હોટલ, ખાનગી પાર્ટી પ્લોટ વગેરે સ્થળો પર ડી.જે. ધમાલ મસ્તીની સાથેના રંગોત્સવ પર્વની પણ તૈયારી થઈ રહી છે, અને લગભગ અડધો ડઝનથી વધુ સ્થળોએ આવા રંગારંગ કાર્યક્રમ યોજાયા છે. જેના માટેના પણ યુવાઓ દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહૃાા છે. જ્યાં રેઇન ડાન્સ સહિતની સુવિધા તૈયાર કરી લીધા પછી ભોજન સહિતની પણ સુવિધા પ્રાપ્ત કરાઈ છે. જેમાં જોડાવા માટે પણ યુવા વર્ગમાં થનગનાટ જોવા મળી રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh