Advertisement
Author: નોબત સમાચાર

ભંગારના વાડામાંથી ઈંગ્લીશ દારૂની પચ્ચીસ બોટલ ઝડપાઈઃ સ્કૂટરમાંથી વીસ બોટલ કબજે

અન્ય ત્રણ દરોડામાં ચાર શખ્સ ઈંગ્લીશ દારૂ સાથે પકડાઈ ગયાઃ

જામનગર તા.૧૩ : જામનગરના દિગ્વિજય પ્લોટ-૪૯ વિસ્તારમાંથી પોલીસે એક સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની પચ્ચીસ બોટલ લઈને જતાં એક શખ્સને દબોચી લીધો છે. એલસીબીએ ભંગારના વાડામાં ઓફિસ તથા બાઈકમાં રાખવામાં આવેલી ઈંગ્લીશ દારૂની વીસ બોટલ કબજે કરી છે. સુધાધુના ગામમાંથી એક શખ્સ બોટલ સાથે મળી આવ્યો છે. દિગ્વિજય પ્લોટ-૫૮માંથી બોટલ સાથે બે શખ્સ ઝડપાઈ ગયા છે અને જામજોધપુરમાંથી બે બોટલ સાથે મોટી પાનેલીના બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં ગઈકાલે એક સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂ લઈ જવાતો હોવાની બાતમી સિટી સી ડિવિઝનના હર્ષદ પરમાર, હોમદેવસિંહ, પ્રદીપસિંહને મળતા પીઆઈ જે.જે. ચાવડાની સૂચના અને પીએસઆઈ વીબી બરબસીયાના વડપણ હેઠળ સ્ટાફે વોચ રાખી હતી.

તે દરમિયાન એક જ્યુપીટર સ્કૂટર પસાર થતાં તેને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી વ્હીસ્કીની બાવીસ બોટલ તથા વોડકાની ત્રણ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે વલ્લભનગરના વાલ્મિકી વાસમાં રહેતા આશિષ ભરત વાઘેલા નામના શખ્સની અટક કરાઈ છે. પોલીસે જીજે-૧૦ ઈબી ૯૫૭૧ નંબરનું સ્કૂટર અને દારૂ કબજે લીધો છે.

જામનગરની નાગેશ્વર કોલોનીમાં આવેલા ભંગારના એક વાડામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે એલસીબીના દિલીપ તલાવડીયા, હીતેન્દ્ર સિંહ સહિતના સ્ટાફે ત્યાં આવેલા ભંગારના વાડાની ઓફિસમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે ભોઈના ઢાળીયા નીચે મલના ડેલામાં રહેતો વિમલ ઉર્ફે ડોડારો તુલસીભાઈ પમનાણી નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સે પોતાના સાગરિત ભરત બાંભણીયા ઉર્ફે ડાડા કોળી, લખન ઉર્ફે મેંગર કચ્છીના નામ આપ્યા છે. એલસીબીએ દારૂની બોટલ, એક બાઈક, મોબાઈલ કબજે લીધા છે.

ધ્રોલ તાલુકાના સુધાધુના ગામમાં રહેતા કેતન લખમણ ચોવટીયા નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની એક બોટલ ઝબ્બે લીધી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં બાળકોના સ્મશાન તરફના રોડ પરથી ગઈકાલે રાત્રે શંકરટેકરી સ્થિત શાસ્ત્રીનગરમાં રહેતો દિનેશ કાનાભાઈ ખરા અને લાલવાડીમાં નાગમતી આવાસમાં રહેતા નરેશ નાનજી મંગે નામના બે શખ્સને પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાઈ લીધા છે. બોટલ આપવા આવેલા નરેશ તથા બોટલ મંગાવનાર દિનેશની ધરપકડ કરાઈ છે.

જામજોધપુર શહેરમાં નગર પાલિકા કચેરી પાસેથી ગઈકાલે સાંજે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના બ્રિજેશ અનિલ ઝાલાવડીયા તથા વિકાસ ગોપાલભાઈ વૈષ્નાણી નામના બે શખ્સને દારૂની બોટલ સાથે દબોચી લીધા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh