Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સંતાને પિતાની છત્રછાયા ગૂમાવતા અરેરાટીઃ
ખંભાળિયા તા.૧૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરના કારણે રોજેરોજ લોકો ઘાયલ થઈ રહ્યા છે. તે ઉપરાંત રખડતા ઢોરની ઢીંકે ચડી ગયેલા ત્રણેક વ્યક્તિના અપમૃત્યુના કેસ પણ બન્યા છે. તે દરમિયાન કાલે આખલાએ ઠોકર મારતા એક સ્કૂટરચાલક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. તેના પગલે ગઢવી સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.
ખંભાળિયાના હર્ષદપુરમાં રહેતા યુવા અગ્રણી પ્રવીણભાઈ કાળુભાઈ ધમા (ઉ.વ.૪૩) નામના ગઢવી યુવાન ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે ખંભાળિયા શહેરમાં કોર્ટ પાસેથી પોતાનું એકસેસ સ્કૂટર લઈને સરકારી હોસ્પિટલ જતા હતા ત્યારે રોડની સાઈડમાંથી એક આખલો દોડીને રોડ પર આવ્યો હતો.
તે આખલાએ પ્રવીણભાઈ અને બીજા એક બાઈકસવાર જે પાછળ આવી રહ્યા હતા તેમને ટક્કર મારતા પ્રવીણભાઈને માથામાં ગંભીર ઈજા સાથે ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
બે સંતાનના પિતા એવા આ યુવાનનું આખલાની ઠોકરથી મૃત્યુ થતાં ગઢવી સમાજના મયુરભાઈ ગઢવી, ઘેલુભાઈ ગઢવી, પરબતભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસે વિરમભાઈ કાળુભાઈ ધમાનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial