Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૧૩: અગ્રણી કોર્પોરેટ એન્ટિટી,-એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ, જેડ અર્થ ફોરેસ્ટનું અનાવરણ કર્યુ છે. જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ બનાવવામાં આવેલ આ નવીન પ્રોજેકટનો હેતુ શહેરી પરિસરને શાંત અને હરિયાળું બનાવવાનો લક્ષ્ય રાખીને બનાવ્યો છે.
પ્રહલાદનગરમાં સ્થિત, જેડ અર્થ ફોરેસ્ટ એક અનોખી ત્રણ-સ્તરીય રચના ધરાવે છે, જેમાં ૨૦૦૦ સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓ છે. જંગલની ડિઝાઈન અને માળખાગત સુવિધાઓ ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ સામગ્રીનો સમાવેશ કરે છે.
જેડ અર્થ ફોરેસ્ટની મુખ્ય વિશેષતાઓ
એક શાંત માર્ગઃ પર્યાવરણને અનુકૂળ એકોફેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલ છે. વિવિધ પક્ષીઓ માટે પીવા-નાહવા અને આનંદ માણવા માટે એક નૈસર્ગિક વસવાટનું સ્થાન પુરૃં પાડે છે. વરસાદી પાણીનું સંરક્ષણઃ વરસાદી પાણીના સંગ્રહ માટે કંભાતી કુવો. બાળકો માટે ખેતી કૌશલ્યઃ બાળકોને ખેતી કૌશલ્ય શીખવવા માટે સમર્પીત જગ્યા. દત્તક લેવા માટે ફળના વૃક્ષોઃ બાળકો દ્વારા દત્તક લેવા માટે ઉપલબ્ધ ફળના વૃક્ષો.
આ પ્રોજેકટ પેરિસ કરાર પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જે આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને જૈવ વિવિધતાને સુરક્ષિત રાખવા માટેના વૈશ્વિક પ્રયાસોમાં ફાળો આપે છે. એક લીલું છમ શહેરી જંગલ બનાવીને, જેડબ્લુ પર્યાવરણીય દેખરેખ પ્રત્યેની તેની સમર્પણતા દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial