Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદેશથી ઓનલાઈન મંગાવેલા રમકડાની આડમાં સ્મગલીંગ
અમદાવાદ તા. ૧૩: વિદેશી રમકડાંની આડમાં એમડી ડ્રગ્સ-ચરસ-ગાંજાની દાણચોરી પકડાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ૫૮ પાર્સલો જપ્ત કરી રૂ. ૩.૪૫ કરોડનુ ડ્રગ્સ ઝડપી લીધુ હોવાનુ જાણવા મળ્યું છે.
અમદાવાદમાં વિદેશથી એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની મોટી ઘટના બની છે અને રમકડાંની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહૃાું હતું. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતાં લગભગ ૩.૪૫ કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઇન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું. અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર હોળી ધૂળેટીના તહેવારોના ટાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનની મદદથી વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવવામાં આવી રહૃાું છે. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી.
આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું ૩.૪૫ કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે.
આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વર્તુળોને ટાાંકીને મળી રહેલી માહિતી મુજબ ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તેના રિસિવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ૫૮ પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યા હતાં, જેમાં ડાઈપર, બાળકોના મોજા, રમકડાં અને સાડીમાં સંતાડેલો નશાનો સામાન નીકળ્યો હતો. પોલીસ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, આ પાર્સલ નશાના બંધાણી થયેલા ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ મંગાવતા હતા.
અમદાવાદ સહિત રાજ્યભરના વાલીઓ માટે એક મોટી અને ચિંતાજનક ચેતવણી સમાન બાબત સામે આવી છે. થોડા સમય પહેલાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ફોરેન પોસ્ટ ઓફિસ માધ્યમથી પાર્સલમાં આવતા ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વધુ તપાસ કરતા એક ગંભીર અને ચોંકાવનારી બાબત સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરતા માલુમ પડયું કે, જે ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું તેમાં ટીનેજર એટલે કે, શાળામાં ધોરણ ૧૦થી ૧૨નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા મંગાવવામાં આવતું હતું. આ બાબતનો ઘટસ્ફોટ ગાંજાના બંધાણી થયા હોય એવા બાળકોની પૂછપરછ અને કાઉન્સિલિંગમાં સામે આવ્યું છે.
આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વર્તુળોએ જણાવ્યું હતું કે હાલ આવા ઓપરેશન ચાલી રહ્યા છે અને કરોડોની કિંમતનો ગાંજો મળી આવે છે. આ વખતે પણ રિસીવર સામે આવ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial