Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિહાર, પ.બંગાળ, જમ્મુ-કાશ્મીર, કેરળ, તામિલનાડુ અને પૂર્વોત્તર સહિત
નવી દિલ્હી તા. ૧૩: નવી દિલ્હી તા. ૧૩: આકરી ગરમી વચ્ચે ૧૮ રાજયોમાં વરસાદ- વાવાઝોડાનું એલર્ટ અપાયું છે. હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જણાવે છે કે, ગુજરાતમાં હીટવેવની સ્થિતિ રહી શકે છે.
દેશમાં છેલ્લા ઘણાં દિવસોથી પડી રહેલી આકરી ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે દેશના લગભગ ૧૮ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ભારતના બિહાર, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર-પૂર્વ રાજ્યો, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. ૧૫મી માર્ચ સુધી આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, બે ચક્રવાતને કારણે આગામી થોડા દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ ચક્રવાતી પરિવર્તનની અસર એ થશે કે કેટલાક રાજ્યોમાં શિયાળો પાછો આવી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગરમી પડશે.
પહેલું ચક્રવાત ધીમે ધીમે ઈરાકથી ભારતના ઉત્તરીય પર્વતીય રાજ્યો તરફ આગળ વધી રહૃાું છે, જેના કારણે આ પ્રદેશમાં વરસાદની શક્યતા છે. બાંગ્લાદેશ પર બીજું એક ચક્રવાત રચાઈ રહૃાું છે, જેના કારણે આગામી પાંચ દિવસમાં પૂર્વી અને ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
૧૫મી માર્ચ સુધી ભારતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૧૩મીથી ૧૫મી માર્ચ સુધી હવામાન ખરાબ રહેવાની શક્યતા છે અને ભારે વરસાદ, હિમવર્ષા અને વાવાઝોડાની શક્યતા છે. જ્યારે ૧૩મી માર્ચે પંજાબ અને હરિયાણામાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજસ્થાનમાં ૧૩મીથી ૧૫મી માર્ચ દરમિયાન વરસાદ પડી શકે છે.
બાંગ્લાદેશમાં રચાયેલા ચક્રવાતને કારણે, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. ૧૩મીથી ૧૫મી માર્ચ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ગુજરાતમાં હીટવેવની ચેતવણી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial