Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બચાવવાના પ્રયાસમાં મોટાભાઈનો હાથ ચગદાઈ ગયોઃ
જામનગર તા.૧૩ : જોડિયાના બાલંભા ગામમાં આવેલી એક કંપનીમાં કામ કરી રહેલા શ્રમિકનું માથું કોઈ રીતે કન્વેયર બેલ્ટમાં ફસાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. સાથે કામ કરી રહેલા તેમના ભાઈએ બચાવવાનો પ્રયાસ કર્યાે હતો. જેમાં તેમના હાથને ઈજા પહોંચી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.
જોડીયા તાલુકાના બાલંભા ગામમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા અને બાલંભામાં આવેલી ચોગલે સોલ્ટ કંપનીમાં કામ કરતા વિપુલભાઈ ગાંડુભાઈ ગણેશીયા (ઉ.વ.ર૮) તથા તેમના મોટાભાઈ ખેંગારભાઈ મંગળવારે રાત્રે વોશીંગ પ્લાન્ટમાં કામ કરતા હતા.
આ વેળાએ વિપુલભાઈનું માથું કોઈ રીતે કન્વેયર બેલ્ટમાં આવી જતાં બાજુમાં જ કામ કરી રહેલા ખેંગારભાઈએ નાના ભાઈને બચાવી લેવા માટે પ્રયાસ શરૂ કર્યાે હતો. તે દરમિયાન વિપુલભાઈનું માથું છુંદાઈ જતાં તેઓનું મૃત્યુ નિપજયું છે. ખેંગારભાઈને હાથમાં ઈજા થઈ છે. તેઓના ત્રીજા ભાઈ જગદીશભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial