Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ગઈકાલે ગોઠવી હતી ડ્રાઈવઃ
જામનગર તા.૧૩ : જામનગરના લાલબંગલા સર્કલ પાસે આવેલી પીજીવીસીએલ, જિલ્લા પંચાયત તથા મહાનગર પાલિકાની કચેરી પાસે ગઈકાલે પોલીસે ડ્રાઈવ ગોઠવી હેલ્મેટ વગર વાહન લઈને આ કચેરીઓમાં પ્રવેશતા તેના ૪૪ કર્મચારી પાસેથી દંડની વસૂલાત કરી હતી.
જામનગરમાં ગઈકાલે મહાનગર૫ાલિકાની કચેરી તેમજ જિલ્લા પંચાયત કચેરી, પીજીવીસીએલ કચેરી પાસે પોલીસ દ્વારા ડ્રાઈવ રાખવામાં આવી હતી.
આ સ્થળેથી કચેરીઓમાં પ્રવેશતા સરકારી કર્મચારીઓને હેલ્મેટ અંગેનો દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વારાફરતી ૪૪ સરકારી કર્મચારીઓને પાવતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં આ પ્રકારની કામગીરી કરવામાં આવ્યા પછી સરકારી કચેરીઓ પાસે હેલ્મેટ ડ્રાઈવ બંધ કરવામાં આવી હતી. તે પછી ગઈકાલે ફરીથી ડ્રાઈવ કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial