Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. ૧૦ અને તથા ધો. ૧૨ની સાયન્સ તથા જનરલ પ્રવાહની બોર્ડની પરીક્ષાના મુખ્ય વિષયોની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે.
દ્વારકા જિલ્લા કલેકટર તથા જિલ્લા પરીક્ષા સમિતિ અધ્યક્ષ આર.એમ. તન્ના દ્વારા સમગ્ર જિલ્લામાં વર્ગ-૧-૨ના અધિકારીઓની ચેકીંગ સ્કવોડ ગોઠવાઈ હતી. જેમના દ્વારા તમામ પરીક્ષા મથકો પર ચેકીંગ થતું હતું તથા તમામ પરીક્ષા બિલ્ડીંગોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તથા જિલ્લાના ચારેય તાલુકાઓમાં કાઉન્સેલીંગની વ્યવસ્થા તથા જિલ્લામાં રોજ સવારના ૮ થી રાત્રિના ૮ સુધી કંટ્રોલરૂમ તથા તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી વ્યવસ્થા થઈ હતી.
દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા તથા વર્ગ-૨ના અધિકારીઓ કમલેશભાઈ પાથર, સવદાસભાઈ માડમ, અડવાણીભાઈ, ખીમભાઈ કંડોરીયા વિ. દ્વારા સમયસર પ્રશ્નપત્રો પહોંચાડવાની વ્યવસ્થા થઈ હતી તથા સ્થાનિક ચેકીંગ સ્કવોડ સાથે રાજ્યની ફલાઈંગ સ્કવોડ પણ જિલ્લામાં રહી હતી તથા અનેક પરીક્ષા સ્થળો બિલ્ડીંગોની જિ. શિ. ડો. જાડેજા દ્વારા મુલાકાત પણ લેવામાં આવી હતી. આગામી ૧૭-૩ના બાકીના છુટક વિષયોની પરીક્ષા પૂર્ણ થાય છે ત્યારે જિલ્લામાં ધો. ૧૦- ધો.૧૨ બન્ને પ્રવાહોની મુખ્ય વિષયની બોર્ડ પરીક્ષામાં એક પણ કોપી કેસ કે ગેરરીતિનો કેસ નોંધાયો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial