Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. ઈન્ટર્નશીપ યોજના હેઠળ ૩૧ માર્ચ સુધી થઈ શકશે અરજી
ખંભાળિયા તા. ૧૩: ભારત સરકાર દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપની તક વિનામૂલ્યે મળી શકશે.
આ માટે વયમર્યાદા ૨૧ થી ૨૪ વર્ષ રહેશે તેમજ ઉમેદવાર ફૂલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ. સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઇન્ટર્નશીપ કરેલ ન હોવી જોઈએ. પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ તેમજ વાર્ષિક આવક ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીય યોજનામાં ભારત સરકાર દ્વારા રૂ.૪૫૦૦ તથા કંપની દ્વારા રૂ.૫૦૦ માસિક સહાય, સરકાર દ્વારા એક વખત માટે રૂ.૬ હજારનું આકસ્મિક અનુદાન તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતી વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઈન્ટર્ન માટે વીમા કવચ જેવા લાભો મળવાપાત્ર રહેશે.
પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી તા. ૩૧-૦૩-૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે. ઉમેદવાર પોતાની જાતે અરજી કરી શકશે અથવા આ માટે જિલ્લા રોજગાર કચેરી, દેવભૂમિ દ્વારકા તથા આઈટીઆઈ, ખંભાળિયા/ દ્વારકા/કલ્યાણપુર/ભાણવડ નો રૂબરૂ સંપર્ક કરી શકશે. આ યોજના અંતર્ગત અરજી કરવા માટે (પી.એમ. ઈન્ટર્નશીપ) પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઈન્ટર્નશીપમાં એપ્લાય કરવું, અરજી સમયે આધાર નંબર સાથે લીંક ધરાવતો મોબાઈલ નંબર તેમજ આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક એકાઉન્ટની વિગત, આધારકાર્ડ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કર્યા બાદ લીંકમાં ફોર્મ ભરવું ફરજીયાત છે.
વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ. કે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, લાલપુર રોડ, ખંભાળિયાનો સંપર્ક કરી શકશે. અરજી કરવા માટેની પ્રક્રિયાના વિડીઓ રયુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે. તેમ રોજગાર અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial