Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા
ખંભાળિયા તા. ૧૩: યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખયામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાન દ્વારકાધીશ સંગ હોળી મનાવવા માટે જઈ રહ્યા છે, ત્યારે રસ્તામાં સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ., જિલ્લા પોલીસ સહિતના દ્વારા વિવિધ સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા હતાં. પદયાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી સૌ કોઈ દ્વારા લેવામાં આવી છે, ત્યારે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના માર્ગદૃશન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તેમજ વિવિધ ઔદ્યોગિક એકમોના સહયોગથી ફૂલડોલ ઉત્સવની પદયાત્રાને 'ઝીરો વેસ્ટ'ના સંકલ્પ સાથે પૂર્ણ કરવા તેમજ રસ્તાઓ પર કોઈપણ પ્રકારના કચરો ન રહે તે માટે ભારે જહેમત ઊઠાવવામાં આવી રહી છે. પદયાત્રીઓને વિવિધ સેવાઓ સાથે સ્વચ્છ પર્યાવરણ મળે તેમજ પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે વિવિધ ઉદ્યોગો, નગરપાલિકા, ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial