Advertisement
Author: નોબત સમાચાર

ટૂંક સમયમાં કાર-હોમ લોન સસ્તી થવાના સંકેતોઃ વ્યાજદરોમાં ઘટાડાની સંભાવના

વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થતંત્રમાં તેજી

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૬: રિઝર્વ બેંકના સુત્રોએ એક ઈન્ટરવ્યૂ દરમ્યાન આરબીઆઈના ગવર્નરે આપેલા સંકેતો મુજબ વ્યાજદારો ઘટતા કાર-હોમ લોન સસ્તી થઈ શકે છે.

આગામી સમયમાં તમારી હોમ અથવા કાર લોન સસ્તી થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આના સંકેત આપ્યા છે. તેમણે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, રેપોરેટમાં ઘટાડો થવાની સંભાવના હજી પણ રહેલી છે.

મલ્હોત્રાએ કહ્યું કે, ઓકટોબર યોજાયેલી એમપીસી સમિતિની બેઠકમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, રેપોરેટમાં ઘટાડાની સંભાવના છે, ત્યારથી અમને જે વ્યાપક આર્થિક આંકડા મળ્યા છે, તેનાથી એવું નથી લાગતુંં કે વ્યાજ દરોમાં ઘટાડો થવાની સંભાવના ઓછી થઈ છે. ચોક્કસપણે ઘટાડાની સંભાવના છે, પરંતુ આગામી બેઠકમાં આ અંગે કોઈ નિર્ણય લેવાશે કે નહીં, તે સમિતિ પર નિર્ભર કરે છે.

ભારતીય રિઝર્વ બેંકે સોમવારે જાહેર કરેલા એક બુલેટિનમાં જણાવ્યું છે કે, વૈશ્વિક પડકારો હોવા છતાં ભારતીય અર્થતંત્રમાં વધુ તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓકટોબર માટે ઉપલબ્ધ પી.એમ.આઈ., જી.એસ.ટી. કલેકશન, વીજ વપરાશ, ઈ-વે બિલ વગેરેના આંકડા મેન્યુફેકચરિંગ અને સર્વિસ એકટિવિટી બંનેમાં મજબૂતીનો સંકેત આપે છે. આને તહેવારોની માંગ અને જી.એસ.ટી. સુધારાઓથી સમર્થન મળ્યું છે.

બુલેટિનમાં લખવામાં આવ્યું છે કે મોંઘવારી ઐતિહાસિક રીતે નીચલા સ્તરે આવી ગઈ છે અને નિર્ધારિત લક્ષ્યથી ઘણો નીચે જળવાઈ રહ્યો છે. સાથે જ નાણાકીય સ્થિતિ અનુકૂળ બની રહી છે અને નાણાકીય સંસાધનોનો પ્રવાહ પણ સારો જળવાઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે અત્યાર સુધી કરવામાં આવેલા રાજકોષીય, મૌદ્રિક અને નિયમનકારી પગલાં ઉચ્ચ ખાનગી રોકાણ, ઉત્પાદકતા અને વૃદ્ધિના કારણે એક સકારાત્મક ચક્રનો માર્ગ મોકળો કરશેે. આનાથી લાંબા ગાળે આર્થિક મોરચે મજબૂતી આવશે.

બુલેટિન અનુસાર વૈશ્વિક અનિશ્ચિતતા હજી પણ ઉચ્ચ સ્તર પર જળવાઈ રહેલી છે. જો કે, એક વર્ષથી વધુ સમય સુધી સતત ઉચ્ચ સ્તર પર રહ્યા પછી ઓકટોબરમાં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક બજારોમાં વધતા ઉત્સાહને લઈને ચિંતાઓ જળવાઈ રહેલી છે. આનાથી તેના ટકાવ સ્તર પર જળવાઈ રહેવા અને નાણાકીય સ્થિરતા પર તેની અસરને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે, કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે બુલેટિનમાં પ્રકાશિત 'અર્થતંત્રની સ્થિતિ' લેખમાં વ્યક્ત કરોયલા વિચારો લેખકોના પોતાના છે અને ભારતીય રિઝર્વ બેંકના વિચારો સાથે તેનો કોઈ સંબંધ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh