Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીકના મોટી ખાવડીની મહિલાનો વીજચોરીના કેસમાં થયો નિર્દોષ છૂટકારો

જામનગરની સ્પેશિયલ (ઈલે.) અદાલત દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગર નજીક ખાવડીના એક મહિલા આરોપીનો જામનગરની સ્પેશિયલ (ઈલે.) અદાલતને નિર્દોષ છૂટકારો ફરમાવ્યો છે. આરોપી મહિલા તરફથી એલએડીસી તરફથી એડવોકેટ ફાળવાયા હતાં.

આ કેસની વિગત એવી છે કે, વીજ કંપનીની ટીમે કરેલા ચેકીંગ દરમિયાન મોટી ખાવડીના શિવમંદિર પાસે રહેતા મહિલા આરોપી પર પોતાના ઘર નજીક હળવા દબાણની વીજ લાઈનના પોલ પરથી પ્રાઈવેટ સર્વિસ વાયર જોડીને રૂ. ૧૪,૯૭૬ ની વીજચોરીનો આરોપ લગાવી જામનગર પોલીસ સમક્ષ ધી ઈન્ડિયન ઈલેક્ટ્રિસિટી-ર૦૦૩ હેઠળ ગુન્હો નોંધાવાયો હતો, અને જામનગરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જામનગર સમક્ષ ગુન્હાનું ચાર્જશીટ રજૂ થયું હતું.

આ કેસ સેસન્સ કોર્ટને સોંપાયા પછી સ્પેશિયલ અદાલત (ઈલે.) માં સુનાવણી થઈ હતી અને આરોપીને એલએડીસી તરફથી એડવોકેટ ફાળવાયા હતાં. આરોપી તથા ફરિયાદ પક્ષેથી તબક્કાવાર સુનાવણી થઈ હતી અને ૬ સાહેદો તથા ૧૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ અદાલત સમક્ષ રજૂ થયા હતાં. તે પછી સરતપાસ, ફેરતપાસ અને ઉલટ તપાસ થઈ હતી. બચાવ પક્ષના વકીલે ઉલટતપાસ દરમિયાન પૂછેલા પ્રશ્નોના જવાબ તથા તર્કબદ્ધ દલીલો રજૂ કરીને આરોપી સામે ગુન્હો પુરવાર થતો નહીં હોવાથી આરોપી મહિલાને નિર્દોષ છોડી મૂકવા અદાલત સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી. વીજચોરીને લગતા વિવિધ પ્રબંધો હેઠળ આરોપી પૂરવાર થતા નહીં હોવાની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી મહિલા જ્યોત્સનાબા રાજેન્દ્રસિંહ ઝાલાને નિર્દોષ ઠરાવી સ્પેશિયલ (ઈલે.) જજ શ્રી નેહલકુમાર આર. જોષીએ છોડી મુક્યા હતાં.

આમ, એલએડીસીના ડેપ્યુટી ચીફ અને આરોપી મહિલાના એડવોકેટ મનિષકુમાર ભિખાલાલ સોમૈયાએ વીજ ચોરીના ત્રણ વર્ષ જુના કેસમાં આરોપી મહિલાનો નિર્દોષ છૂટકારો કરાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh