Advertisement
Author: નોબત સમાચાર

ભારતનું અર્થતંત્ર ટૂંક સમયમાં ચાર ટ્રિલિયન ડોલરની સપાટી વટાવી શકે છેઃ વી.અનંથા નાગેશ્વર

અત્યારે ૩.૯ ટ્રિલિયન ડોલરનો જી.ડી.પી. છે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૬: હાલમાં ભારતનું અર્થતંત્ર ૩.૯ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં ચાર ટ્રિલિયન ડોલરની સપાટી વટાવી શકે છે.

વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં દેશનું અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરનો આંક પાર કરી જાય તેવી શક્યતા ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી. અનંથા નાગેશ્વરને વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભૂ રાજકીયનીતિ 'વિશાળ પરિવર્તન'ની સ્થિતિમાં છે, ત્યારે વૈશ્વિક યોજનાઓમાં ભારતની સ્થિતિ અને પ્રભાવ જાળવી રાખવા માટે આર્થિક વિકાસનું ખૂબજ મહત્ત્વ છે.

હાલમાં ભારતનું અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર છે. ભારતનું અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરની સપાટી પાર કરવાની નજીકમાં જ છે, અને આગામી માર્ચના અંતે પૂરા થનારા વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ૩.૯ ટ્રિલિયનથી વધીને ૪ ટ્રિલિયનની સપાટી પાર કરી જાય તેવી શક્યતા છે. આથી અર્થતંત્રને પણ હરિયાળુ બનાવવા માટે એનર્જી ટ્રાન્ઝિશન (ઊર્જા સંક્રમણ), આબોહવામાં પરિવર્તન અને હવામાનની અસ્થિરતાનો સામનો કરવા માટે આપણે જે કાંઈપણ કરીએ છીએ તે નજીકના અને મધ્યમ બંને સમયગાળામાં આપણી પ્રાથમિકતા સાથે સુસંગત હોવું જોઈએ, તેમણે ઉમેર્યું હતું કે દેશ ગ્લોબલ વોર્મિંગ અને હવામાનમાં થતા ફેરફારોના સંભવિત પરિણામોથી વાકેફ છે. અને તેની કૃષિ, પર્યાવરણ અને દરિયાકાંઠાના વિસ્તારો પર અસર પડે તેમ હોવાથી એક દેશ તરીકે વર્ષ ૨૦૭૦ સુધીમાં ચોખ્ખા શૂન્યના સ્તર સુધી પહોંચવા પ્રતિબદ્ધ છીએ, એમ ઉમેર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh