Advertisement
Author: નોબત સમાચાર

હિંમતનગરના જીઆઈડીસી ઓવરબ્રિજ પર સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ એન્જિનિયર સહિત ચારના મૃત્યુ

કેન્દ્રિય મંત્રી તથા મુખ્યમંત્રી આવનાર હોઈ સમારકામ ચાલતું હતું

                                                                                                                                                                                                      

હિંમતનગર તા. ર૬: હિંમતનગર જીઆઈડીસી ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર ભટકાતા એક એન્જિનિયર સહિત ૪ ના મૃત્યુ થયા છે.

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર જીઆઈડીસી નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.

આ ગોઝારી ઘટનાની વિગત એવી છે કે, કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી અનુ રાજ્યના મુખ્યમંત્રી આજે હિંમતનગર-ચિલોડ હાઈવેના નિરીક્ષણ માટે આવવાના હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ હાઈવે પરની ક્ષતીઓ દૂર કરવા માટે યુદ્ધના ધોરણે રાત-દિવસ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત જીઆઈડીસી ઓવરબ્રિજ પર પણ કામ ચાલી રહ્યું હતું.

વહેલી સવારના સુમારે જ્યારે કર્મચારીઓ અને એન્જિનિયર રોડ રોલર વડે કામ કરી રહ્યા હતાં, ત્યારે પૂરપાટ ઝડપે આવી  રહેલા એક ટ્રક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેલર સીધું જ રોડ રોલર સાથે અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે રોડ રોલર અને ટ્રેલર બન્ને પલટી ખાઈ ગયા હતાં, અને ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તથા કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર તેની નીચે કચડાઈ ગયા હતાં.

અકસ્માતને પગલે ઘટના સ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી. જાણ થતાં જ પલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, જે હાઈવેને સુરક્ષિત બનાવવા માટે કામગીરી ચાલી રહી હતી. તે જ કામગીરી ચાર લોકો માટે કાળ બનીને આવી, જેણે સમગ્ર કાર્યક્રમ અને તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh