Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી આપી શ્રદ્ધાંજલિ
મુંબઈ તા. ૨૫: બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરના નિધન થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ છે. ધર્મેન્દ્રના જવાથી કલાકારો અને ચાહકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. આ દુઃખની ઘડીમાં તેમના ખાસ મિત્ર અને સહ-અભિનેતા અમિતાભ બચ્ચને પણ શોક વ્યક્ત કર્યો છે.
ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારમાં દીકરા અભિષેક સાથે પહોંચેલા અમિતાભને પોતાના 'વિરૂ'ને ગુમાવ્યા બાદ રાત્રે ઊંઘ આવી નહોતી. તેમણે મોડી રાત્રે પોતાના આ ખાસ મિત્રને યાદ કરીને એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેને વાચીને દરેકની આંખો ભીની થઈ રહી છે.
અમિતાભ બચ્ચને પોસ્ટમાં લખ્યું છે કે એક વધુ મહાન હસ્તી આપણને છોડીને ચાલી ગઈ, અખાડો ખાલી થઈ ગયો અને તેમના જવાથી જે સન્નાટો પેદા થઈ ગયો છે, તે અસહ્ય છે. ધરમજી મહાનતાનું પ્રતીક હતા. જેમને માત્ર તેમના દમદાર વ્યક્તિત્વ માટે જ નહીં, પણ તેમના વિશાળ હૃદય અને અદ્ભુત સાદગી માટે પણ યાદ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial