Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સંવિધાન દિવસની ભાજપ દ્વારા ઉજવણી

ભાજપના અગ્રણીઓ દ્વારા

                                                                                                                                                                                                      

ભારતમાં દર વર્ષે ર૬ નવેમ્બરના બંધારણ (સંવિધાન) દિવસની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે આ દિવસે ૧૯૪૯માં ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું હતું. આ બંધારણ સભાએ ર વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસની મહેનત પછી તા. ર૬-૧૧-૧૯૪૯ ના બંધારણ અપનાવ્યું હતું. આજે જામનગરમાં ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના લાલબંગલા સર્કલમાં મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં સ્થાપિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતાં, અને ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં.આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણી, ભાજપના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકરો વિગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh