Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેકટીશ દરમ્યાન ૭૫૦ કિલો વજનનો થાંભલો અચાનક તૂટી પડયોઃ
રોહતક તા. ૨૬: હરિયાણાના રોહતક જિલ્લાના માજરાગામમાં ૭૫૦ કિલોનો બાસ્કેટબોલ પોલ અચાનક તૂટી પડતાં તેમાં દબાઈને એક હોનહાર નેશનલ પ્લેયરનુ મૃત્યુ થતા ગમગીની છવાઈ છે.
હરિયાણાના રોહતક જિલ્લાના લાખન માજરા ગામના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આજે સવારે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. ગામના બાસ્કેટબોલ કોર્ટ પર ૧૬ વર્ષનો નેશનલ લેવલનો હોનહાર ખેલાડી હાર્દિક એકલો પ્રેક્ટિસ કરી રહૃાો હતો. સવારે લગભગ દસ વાગ્યે જ્યારે તે પોલ પર લટકવાનો પ્રયાસ કરી રહૃાો હતો, ત્યારે જર્જરિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આખો પોલ તેના પર તૂટી પડ્યો હતો. જેના કારણે ખેલાડીનું મોત નીપજ્યું હતુ. ખેલાડી હાર્દિક પહેલીવાર પોલ પર લટક્યો, ત્યારે તો કોઈ સમસ્યા ન થઈ, પરંતુ બીજી વાર તેણે જેવો પોલ પકડ્યો કે તરત જ ૭૫૦ કિલોનો બાસ્કેટબોલ પોલ ધડાકાભેર સીધો તેના ઉપર પડ્યો.
આ સમગ્ર હ્ય્દયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. પોલ પડતાં જ આસપાસ પ્રેક્ટીસ કરતા અન્ય ખેલાડીઓ તરત દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક હાર્દિકને પોલ નીચેથી બહાર કાઢ્યો અને તેને ગંભીર હાલતમાં પીજીઆઈ રોહતકમાં સારવાર માટે લઈ ગયા. જોકે, સારવાર શરૂ થયાના થોડા સમય બાદ જ તેણે દમ તોડી દીધો. આ રીતે, નબળી વ્યવસ્થાને કારણે દેશે એક રાષ્ટ્રીય સ્તરના ઉભરતા હોનહાર ખેલાડીને ગુમાવ્યો. મૃતક ખેલાડી હાર્દિક માત્ર લોકલ લેવલનો નહીં, પણ નેશનલ લેવલનો પ્રતિભાશાળી ખેલાડી હતો. તેણે અનેક નેશનલ સ્તરે યોજાયેલી સ્પર્ધાઓમાં પદકો જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું, જેમાં કાંગડામાં સિલ્વર મેડલ, હૈદરાબાદ અને પુડુચેરીમાં બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. એક હોનહાર ખેલાડીની આ અણધારી વિદાયથી તેના પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રોહતકની આ ઘટના એકલી નથી. બે દિવસ પહેલા હરિયાણાના બહાદુરગઢના હોશિયારસિંહ સ્ટેડિયમમાં પણ આવી જ દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારે સાંજે લગભગ સાડા ત્રણ વાગ્યે પ્રેક્ટિસ કરી રહેલા ૧૫ વર્ષીય ખેલાડી અમન પર પણ અચાનક બાસ્કેટબોલનો પોલ પડ્યો હતો. તેને પણ તાત્કાલિક પીજીઆઈ રોહતક લઈ જવામાં આવ્યો, પરંતુ તે પણ બચી શક્યો નહોતો.
બે દિવસમાં બે યુવા ખેલાડીઓના આ કરૂણ મોતે સમગ્ર હરિયાણાના સ્પોર્ટ્સ સ્ટેડિયમોની સુરક્ષા વ્યવસ્થા અને જર્જરિત બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને અકસ્માતોમાં પોલ તૂટી પડવાની કે જમીનમાંથી ઉખડી જવાની ઘટના સામે આવી છે, જે તંત્રની બેદરકારી સૂચવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial