Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં મહાપ્રભુજીની બેઠકથી આરટીઓ કચેરી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર

મુખ્યમાર્ગોની અત્યંત ખરાબ હાલતથી લોકોને ભારે પરેશાનીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા.૨૬ ખંભાળીયામાં મહાપ્રભુજીની બેઠક પાસેથી ધરમપુર વાડી વિસ્તાર થઈને આરટીઓ તથા આહિર સિંહણ અને લાલપુર તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર તથા મોટા મોટા ખાડા પડી ગયા હોય, રીપેરીંગની માંગ થઈ રહી છે.

કરોડોના ખર્ચે આ માર્ગ મંજુર થઈ ગયો છે, પણ હાલ કામ શરૂ નથી થયું, ત્યારે આ રસ્તા પરના મોટા મોટા ખાડા પૂરવા તથા હાલ પુરતું રીપેરીંગ કરવા માંગણી કરવામાં આવી છે.

આ રસ્તા પર આહિર સિંહણ જવા આરટીઓ કચેરી જવા તથા નજીકની સોસાયટીઓમાં જવા લોકો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય, જ્યાં સુધી રસ્તાનું કામ શરૂ ન થાય ત્યાં સુધી રીપેરીંગ કરીને ખાડા પૂરવા માંગણી કરાઈ છે.

ભાડથર-ગોલણ શેરડીનો બિસ્માર માર્ગ

ખંભાળીયા તથા દ્વારકા જિલ્લામાં હાલ મોટા પ્રમાણમાં રસ્તા રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. રોજ અનેક સ્થળે રસ્તા રીપેરીંગ તથા રિ ફેન્સીંગ થાય છે, ત્યારે ખંભાળીયાના ભાડથરથી ગોલણ શેરડી જતો પાંચ કિલોમીટરનો રસ્તો એટલો ખરાબ હોય, ખાડો બચાવવા જતાં અકસ્માત થાય છે. અગાઉ અહીં એક વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામેલ, તથા ગઈકાલે પણ એક ટ્રેકટર ખાડામાં પલટી મારી ગયું હતું. નાના અકસ્માતો તો રોજ બનતા હોય, તાકીદે રસ્તો નવો બનાવવા અથવા રીપેરીંગ, રિ ફેન્સીંગ કરવાની કામગીરી કરવા માંગણી કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh