Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્દીને શ્વાને બટકા ભર્યા
જામનગર તા. ર૬: જામનગરની સરકારી હોસ્પિટલમાં રઝળતા શ્વાને એક દર્દીને બટકા ભરી લેવાના પ્રકરણમાં જવાબદાર સિક્યોરીટીને નોટીસ પાઠવી ખુલાસો પૂછાયો છે, તેમજ સત્તાવાળાઓ દ્વારા હાથ ખંખેરતા જવાબો રજૂ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ખાસ નક્કર પગલાં લેવાની ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે.
જામનગરની જી.જી. હોસ્પિટલના જુની ઈમારતમાં સારવાર માટે ગયેલા દર્દીને હોસ્પિટલની અંદર શ્વાને બટકા તોડી લીધા હતાં. આમ હોસ્પિટલની આબરૂનું સિક્યોરીટી જવાન દ્વારા ઊભી બજારે લીલામ કરવામાં આવ્યું છે. અગાઉ પણ અનેક વખત આ હોસ્પિટલ ચર્ચાના ચાકડે ચઢી છે, જેમાં મહત્તમ કેસમાં સિક્યોરીટી વિભાગના અમુક જવાનો જ જવાબદાર છે.
જામનગરની હોસ્પિટલમાં થયેલી તાજેતરની ઘટનાથી સિક્યોરીટી વિભાગમાં જવાબદાર જવાનને નોટીસ પાઠવી ખુલાસો પૂછવામાં આવ્યો છે, પરંતુ થોડા દિવસમાં પ્રકરણ ઠંડુ પડી જશે, ભૂલાઈ જશે, પરંતુ સિક્યોરીટીમાં બેદરકારી દાખવનાર જવાન સામે પગલાં લેવાની કોઈ હિંમત દાખવશે નહીં. બીજી તરફ એવા ખુલાસા પણ થઈ રહ્યા છે કે હાલ હોસ્પિટલમાં પાડ-તોડ કામગીરી ચાલતી હોવાથી કુલ ૧ર સ્થળેથી અવરજવર થઈ શકે તેવી જગ્યા ખુલ્લી છે. આથી શ્વાન હોસ્પિટલમાં ધસી જાય છે, જો કે ફરી એક વખત કડક સૂચના અપાઈ હોવાનું તંત્ર જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial