Advertisement
Author: નોબત સમાચાર

મોટાભાઈ પાસેથી લીધેલી હાથઉછીની રકમ પરત ન આપી શકાતા યુવાને કરી આત્મહત્યા

શંકરટેકરીમાં યુવકનો અકળ કારણથી ગળાફાંસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના સિક્કામાં રહેતા એક યુવાને પોતાના મોટાભાઈ પાસેથી રૂ.૧ લાખ હાથઉછીના લીધા હતા. તે રકમ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આપી ન શકાતા આ યુવાને ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી છે અને શંકરટેકરીમાં એક યુવાને અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં કારા ભુંગા વિસ્તારમાં વસવાટ કરતા ધીરજલાલ કાંતિલાલ ચૌહાણ (ઉ.વ.૩૮) નામના યુવાને ગઈકાલે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

ઉપરોક્ત બનાવની તેમના નાનાભાઈ વસંતભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે જેમાં ખુલ્યા મુજબ ધીરજભાઈએ પોતાના મોટાભાઈ હાનાભાઈ પાસેથી થોડા વખત પહેલાં રૂ.૧ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમ તાજેતરમાં હાનાભાઈએ પરત માંગતા અને નબળી આર્થિક પરિસ્થિતિના કારણે ધીરજભાઈ આ રકમ આપી ન શકતા તેઓને માઠું લાગી આવ્યું હતું અને તેના કારણે ધીરજભાઈએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. સિક્કા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા વાલ્મિકીનગરમાં રહેતા મહિપાલભાઈ સંજયભાઈ વાઘેલા (ઉ.વ.ર૪) નામના યુવાને ગઈ તા.૧રની સાંજે પોતાના ઘરમાં એક ઓરડીમાં રહેલા લોખંડના હુંકમાં ચુંદડી બાંધી ગાળીયો બનાવી અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું તેના નાનાભાઈ વિષ્ણુભાઈ વાઘેલાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh