Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા સાડા ત્રણ લાખની રકમ ઉપજીઃ
જામનગર તા. ૨૬: જામજોધપુર તથા શેઠવડાળા પોલીસ મથક દ્વારા જુદા જુદા ગુન્હાઓમાં કબજે લેવામાં આવેલા ૮ર વાહન લાંબા સમયથી પોલીસ મથકમાં પડ્યા હતા. તે વાહનોના નિકાલ માટે મંજૂરી મંગાયા પછી આ વાહનોની જાહેર હરાજી કરવામાં આવી છે. તેમાંથી ઉપજેલા રૂ.૩,પપ,૧૦૦ સરકારી તિજોરીમાં જમા કરાવાયા છે.
જામજોધપુર પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા ગુન્હાઓમાં અગાઉ ર૮ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે શેઠવડાળા પોલીસ સ્ટેશન દ્વારા પણ ૫૪ વાહન ડીટેઈન કરાયા હતા. ઉપરોક્ત તમામ વાહનો જામજોધપુર તથા શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવ્યા હતા.
ઉપરોક્ત ગુન્હાઓમાં ખાસ કરીને પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન જીપી એક્ટની કલમ ૮ર (ર), એમવી એક્ટની કલમ ૨૦૭ તથા સીઆરપીસી ૧૦૨ હેઠળ વાહન ઝબ્બે લેવામાં આવ્યા હતા. તે વાહનો છોડાવવા માટે તેના માલિકો આવ્યા ન હોવાથી લાંબા સમયથી તે વાહનો પોલીસ મથકે પડી રહ્યા હતા.
તે વાહનોના નિકાલ માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલી કામગીરી દરમિયાન એક્સી. મેજી. તથા જ્યુડી. મેજી. (ફ.ક.) સમક્ષ રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને બંને પોલીસ મથકના ૮ર વાહન હરાજી માટે મુકવાની સૂચના અપાઈ હતી. તેના પગલે જામજોધપુર પોલીસ મથકમાં જાહેર હરાજી રખાઈ હતી અને તેમાં ભંગારના ૪૮ વેપારી હાજર રહ્યા હતા.
શરૂ કરાયેલી હરાજીમાં ઉપરોક્ત તમામ ૮ર વાહનના રૂ.૩,પપ,૧૦૦ ઉપજ્યા છે. તે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાની તજવીજ કરવામાં આવી છે. હરાજી વખતે લાલપુરના એએસપી પ્રતિભા તેમજ જામજોધપુરના પીઆઈ એ.એસ. રબારી, શેઠવડાળાના પીઆઈ વી.એસ. પટેલ તથા સ્ટાફ અને કમિટીના સદસ્ય હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial