Advertisement
Author: નોબત સમાચાર

જંતરમંતર પર ઈપીએફ-૯૫ના વિરોધમાં ડિસેમ્બરમાં યોજાનાર વિરોધ પ્રદર્શનને મજુર મહાજન સંઘનો ટેકો

દિલ્હીની ૫રિસ્થિતિ તથા લગ્નગાળો હોવાથી રાજધાનીમાં જઈ નહીં શકાય, પરંતુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: પેન્શન યોજના સંબંધિત રાષ્ટ્રીય સ્તરના સંઘર્ષને ટેકો આપવા માટે જામનગર-દ્વારકા જિલ્લાના વિવિધ સરકારી, અર્ધ-સરકારી તથા ખાનગી સંસ્થાઓના નિવૃત્ત સભ્યોની બેઠક મજુર મહાજન સંઘના મહામંત્રી પંકજભાઈ જોષીના કાર્યાલયમાં યોજાઈ હતી. આ બેઠકમાં જીઈબી નિવૃત્ત કર્મચારી મંડળ જામનગરના પ્રચાર મંત્રી મહિધર શુકલા, એસટી કોર્પોરેશન જામનગરના વડા નરશીભાઈ દૌડિયા સહિત અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં ૩-૪ ડિસેમ્બર, ૨૦૨૫ના  દિલ્હીના જંતર-મંતરે યોજાનાર અખિલ ભારતીય ઈપીએફ-૯૫ વિરોધ કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, અને હાલમાં ચાલી રહેલી લગ્નની મોસમ તથા દિલ્હીની પરિસ્થિતિને કારણે પ્રદેશના મોટાભાગના નિવૃત્ત સભ્યો આ આંદોલનમાં વ્યકિતગત રીતે હાજરી આપી શકશે નહીં એવો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.

જો કે, જામનગર- દ્વારકા જિલ્લાના તમામ નિવૃત્ત ઈપીએફ-૯૫ સભ્યો વતી અખિલ ભારતીય સંગઠનને આંદોલનની સંપૂર્ણ સફળતા માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મહામંત્રી પંકજ જોષીએ જણાવ્યું હતું કે ઈપીએફ-૯૫ પેન્શન સુધારો રાષ્ટ્રીય સ્તરે લાખો પેન્શનરોની જીવનજરૂરિયાત સાથે જોડાયેલો મુદ્દો છે અને જામનગર-દ્વારકા જિલ્લો આ લડતમાં નૈતિક ટેકો આપતો રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh