Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્ર જળબંબાકારઃ પૂણેમાં જાણે આભ ફાટ્યું: પરિવહન ઠપ્પઃ જનજીવન પ્રભાવિત

મુંબઈમાં ઠેર-ઠેર જલભરાવઃ ટ્રેનો મોડી થઈઃ હવાઈ સેવાઓને માઠી અસર

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૬: મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે અને ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પરિવહન ખોરવાયું છે તથા જનજીવન પ્રભાવિત થયું છે.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થતા જળબંબાકાર જેવી સ્થિતિ છે, જ્યારે પૂણેમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો પણ બન્યા છે. સેન્ડહર્સ્ટ રોડ અને ભાયખલા વચ્ચે પાણી ભરાઈ જવાથી મધ્ય રેલવે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. અપ અને ડાઉન સાઈડ લોકલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. વરસાદને કારણે હાર્બર લાઈન સેવાઓ પણ ધીમી ગતિએ શરૂ થઈ છે.

મુંબઈના કુર્લા, વિદ્યા વિહાર, સાયન, દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં હજુ પણ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ચાલુ રહી શકે છે અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.

બીએમસીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે. રવિવારે રાત્રે પણ ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વહીવટી તંત્રે કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખશે.

ગઈકાલે લગભગ ૩પ વર્ષ પછી મહારાષ્ટ્રમાં ચોમાસું સમય પહેલા પહોંચ્યું છે. સામાન્ય રીતે ચોમાસું પ જૂનની આસપાસ રાજ્યમાં એન્ટ્રી કરે છે. આ વખતે તે ૧૦ દિવસ વહેલું આવી ગયું. આ પહેલા ૧૯૯૦ માં ર૦ મી મેના પહોંચ્યું હતું. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે.

રવિવારે પૂણે જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. પૂણે-સોલાપુર હાઈ-વે પર પાટાસ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની. આના કારણે ઘણી નદીઓ અને નાળા અચાનક છલકાઈ ગયા.

અનેક વાહનો તણાઈ ગયા, ટ્રેક્ટર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પૂણેના બારામતી અને ઈન્દાપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં એનડીઆરએફની ર ટીમો બચાવ માટે તહેનાત કરવામાં આવી છે. પૂણેના બારામતીમાં ૮૩.૬ મી.મી. વરસાદ પડ્યો હતો, જ્યારે ઈન્દાપુરમાં ૩પ.૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. ઈન્દાપુરના ૭૦ ગામોમાં બારામતીના ૧પ૦ ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh