Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટીવી સિરિયલમાં
જામનગર તા. ર૬: જામનગરના ખીરા પરિવારની કૃતિકા ખીરાએ મુંબઈ જઈને ટીવી તથા ફિલ્મી ક્ષેત્રે પોતાની અભિયન યાત્રાના બે-ત્રણ વર્ષના સમયગાળામાં જ પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરી આગળ વધી રહી છે.
એક્તા કપૂરની ઝી ટીવી ચેનલ પર પ્રાઈમ ટાઈમ પર પ્રસારિત થતી અનિ લોકપ્રિય ટીવી સિરિયલ ભાગ્યલક્ષ્મીમાં કૃતિકા ખીરાને ખૂબ જ મહત્ત્વનો રોલ મળ્યો છે અને નેગેટીવ ભૂમિકામાં તે આ સિરિયલમાં છવાઈ ગઈ છે. આ ઉપરાંત કૃતિકા એક હિન્દી ફિલ્મમાં પણ ભૂમિકા કરી ચૂકી છે.
તાજેતરમાં જ મુંબઈથી ૧૯૩૮ થી પ્રકાશિત થતા જાગરણ પ્રકાશન લિમિટેડના સુપ્રસિદ્ધ ઉર્દુ દૈનિક 'ધી ઈન્ક્લાબ' તથા મીડ ડે દ્વારા આયોજીત એવોર્ડ સમારોહમાં કૃતિકા ખીરાને ભાગ્યલક્ષ્મી ટીવી સિરિયલના લીડ નેગેટીવ રોલમાં શ્રેષ્ઠ અભિનય માટે એકસલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ સમારોહમાં 'બીગબોસ'ની પર્નાલિટી બેબિકા ધ્રુવ, એનડી ટીવીના શોના હોસ્ટ તથા સુપ્રિમ કોર્ટના એડવોકેટ સાના સુલ્તાન, સાના રઈશ ખાન, તનુજ વિરવાની જેવી હસ્તીઓ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કૃતિકા ખીરાની ભાગ્યલક્ષ્મી સિરિયલમાં એક અલગ અંદાજમાં અભિનય ક્ષમતાને કારણે ટીવી અને ફિલ્મ જગતના નામાંકિત દિગ્દર્શક/નિર્માતાઓનું ધ્યાન આકર્ષિત થયું છે અને કૃતિકાના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં તેને ફિલ્મમાં પણ મહત્ત્વની ભૂમિકા મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial