Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત
ખંભાળિયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.
પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપ જિલ્લા પંચાયત સભા ખંડમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર આઈ.એસ.ડી.સી., ડો. ચંદ્રેશ ભાંભીએ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની હાલની કુપોષણની સ્થિતિ અને તેને નિવારણ માટે લેવામાં આવેલ પગલા વિશે માહિતી આપી હતી.
બાળ વિકાસ યોજના અધિકારી ખંભાળીયા નિકીતાબેન ખાંટ દ્વારા સીએમએએમનાં ૧૦ પગલાઓ જેમાં પગલું-૧ માનવ મિતિ (સ્ક્રીનીંગ), પગલું-૨- એપેટાઈટ ટેસ્ટ (ભૂખ પરીક્ષણ), પગલું-૩- તબીબી પરીક્ષણ (મેડિકલ ચેકઅપ), પગલું-૪- રીફર (સી એમ એ કાર્યક્રમમાંથી સીએમટીસી/ એનઆરસીમાં અને સી એમટી સી/ એનઆરસી માંથી સી એમ એમ કાર્યક્રમમાં), પગલું-૫-પોષણ સારવાર, પગલું-૬-દવાઓ, પગલું-૭- આરોગ્ય અને શિક્ષણ, પગલું-૮- સી એમએમ કાર્યક્રમમાં ફોલોઅપ મુલાકાત, પગલું-૯-સીએમએ એમ કાર્યક્રમના ડીસ્ચાર્જના માપદંડ, પગલું-૧૦- સી એમએ એમ કાર્યક્રમમાંથી ડીસ્ચાર્જ થયા બાદની ફોલોઅપ મુલાકાત અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રેશન બાલશક્તિમાંથી બનાવવામાં આવેલ વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યુ હતું. તેમજ બાળકોના ગ્રોથ મોનીટરીંગના સી તથા સારવારની દવાઓ તેમજ રાજ્યની કચેરી તરફથી ફાળવેલ(ઉંચાઈમાપન/વજનકાંટાઓ)સાધનો- એમએએમ એન્ડ ઈજીએફ પોષણ સંગમ કાર્યક્રમનું સાહિત્ય પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
એસ.ડી.સી.આઈ, વિભાગીય નાયબ નિયામક. રાજકોટ ઝોન પૂર્વીબેન પંચાલ દ્વારા સમુદાય આધારિત વ્યવસ્થાપન)સી-એમએએમ એન્ડ ઈજીએફ)નું મહત્ત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી પ્રદાન કરવામાં આવી હતી. તેમજ સી પોષણ અંગેની જાગૃતતા તેમજ એમએએમ ઈજીએફ કાર્યક્રમની અગત્યતા તેનું વ્યુહાત્મક આયોજન તેમજ રાજકોટ ઝોન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં પોષણનાં સ્તર વિશે જાણકારી આપવામાં આવેલ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા બાળકોના સ્ક્રીનીંગ કામગીરી તેમજ સીએમએએમ ઈ પોષણ સંગમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા કરેલ કામગીરી તેમજ કરવાની થતી કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. પ્રોજેક્ટ તુષ્ટિની ટીમ દ્વારા ઇનોવેશન તથા બેસ્ટ પ્રેક્ટિસ અંગે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. તથા વિવિધ ગામોમાંથી પધારેલા સરપંચો દ્વારા તેમના ગામને સુપોષિત બનાવવા માટે આંગણવાડી, પ્રોજેક્ટ તુષ્ટિ અને સામુદાયિક સ્તરે સંયુક્ત રીતે કરવામાં આવેલ પ્રયાસોનું વર્ણન કર્યું હતું.
નિયામક શ્રી જેન્ડર રિસોર્સ સેન્ટર અમીબેન પટેલ દ્વારા વિવિધ પ્રેઝન્ટેશનનું નિરીક્ષણ કરી પોષણ સંગમ કાર્યક્રમનાં અમલવારી અને જિલ્લાની સમગ્ર ટીમ દ્વારા જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા સામૂહિક પ્રયાસો કરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર દ્વારા સમગ્ર જિલ્લામાં પોષણ સંગમ અમલવારી અંગે વિગતવાર જાણકારી આપવામાં આવેલ હતી. તેમજ રાજ્ય કક્ષાએથી મળેલ માર્ગદર્શન સીએમએએમ અંગેની માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં કુપોષણ દૂર કરવા માટે સામૂહિક રીતે પ્રયાસો કરવા જિલ્લાના વિવિધ વિભાગોને સૂચના આપી હતી. તેમજ પોતાના ગામોને સુપોષિત બનાવવા માટે યોગદાન આપવા બદલ સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા
વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રોગ્રામ ઓફિસર, આઈશાખા.એસ.ડી.સી., જિલ્લા પંચાયત, તાલુકા હેલ્થ ઓફિસર, આરોગ્ય શાખાનાં કર્મચારીઓ સહિત આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial