Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમાસું આવી ગયું...
જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકાની લગભગ દરેક સ્થાયી સમિતિની બેઠકમાં જામગનરના વિકાસલક્ષી કામો, સુવિધાના કામો, નિયમિત ખર્ચાઓ સાથે કરોડો રૂપિયાના કામો-ખર્ચ મંજુર કરવામાં આવે છે. જેમાં જામનગર શહેરના માર્ગોને પેવર રોડ કરવા, નવા બનાવવા, પેચવર્ક કરવા, ખાડા પૂરવા, ચિરાડો પૂરવા જેવા કામોનો પણ સવિશેષ ઉલ્લેખ હોય છે, તો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ કામો ક્યાં થાય છે? કારણ કે અત્યારે તો જામનગરમાં એકાદ-બે સમ ખાવા પૂરતા રોડના અમુક ભાગ સિવાય મોટાભાગના મુખ્ય માર્ગો, સોસાયટી-કોલોની સહિતના વિસ્તારોના આંતરિક માર્ગો સાવ બિસ્માર થઈ ગયા છે. અનેક રસ્તાઓ ઉપર ખાડાઓ પડી ગયા છે. નગરમાં ચારે તરફ વણપૂરાયેલા કે અધકચરા પૂરાયેલા ચિરોડા માથાના દુઃખાવા સમાન બની ગયા છે, અને તેમાં ય અત્યારે તો ચારેતરફ તોડ-પાડ, રસ્તા બંધ, ડાયવર્ઝન, રસ્તા ઉપર કેરણ, માટી, કાંકરીના ઢગલા, ઢોરનો ત્રાસ, કચરા-ગંદકીના ઢગલાના કારણે જામનગર શહેરના માર્ગો પર વાહનચાલકો, રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
હવે તો ચોમાસું આવી ગયું, અને ડામર, પેચવર્ક, રસ્તા રીપેરીંગના કામો ચોમાસાની વિદાય પછી જ થઈ શકે તેમ છે.
આ અંગે દર વખતની જેમ મહાનગરપાલિકા સત્તાધારી પક્ષ દ્વારા મનપાની સામાન્ય ચૂંટણી પહેલા રસ્તાના કામ હાથ ધરવામાં આવે તેવી વ્યૂહરચના ગોઠવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્યારે હજી ભલે ને ત્રણ-ચાર મહિના જનતા હેરાનગતિ ભોગવે... આપણે ચૂંટણી પહેલા રસ્તા કાંઈક 'માણાના મેળ'માં કરી આપશું એટલે અસંતોષને ડામી દેવાશે.
અર્થાત્ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સમયે મોટી બહાદુરીનું કામ કર્યું હોય તેમ રસ્તાઓના કામ (પછી ભલે ને લોટ-પાણીને લાકડા જેવા) ઝડપથી કરી દેવામાં આવશે... એટલે જામનગરની સહનશીલ, શાંત પ્રજા 'એ...ને... રાજીના રેડ'.
આ પ્રકારની મોડેસ ઓપરેન્ડીના કારણે જામનગરની જનતાએ હવે જાન્યુ-ફેબ્રુ. ર૦ર૬ ની ચૂંટણી સુધી સારા રસ્તાની રાહ જોવી જ પડશે અને જે કાંઈ કામો થશે તે કામોની હાલત ચૂંટણી પત્યા પછી કેવી થશે તેનો અનુભવ તો જનતા કરી જ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial