Advertisement
Author: નોબત સમાચાર

સજાનું વોરંટ ઈસ્યુ થયા પછી નાસી ગયેલા શખ્સની કરી લેવાઈ અટકાયત

રાજકોટ કોર્ટે બે વર્ષ પહેલાં વોરંટ કાઢ્યું હતું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામજોધપુરના એક શખ્સ સામે બે વર્ષ પહેલાં રાજકોટ અદાલતે સજાનું વોરંટ ઈસ્યુ કર્યું હતું. ત્યારથી નાસતા ફરતા આ શખ્સને ગઈકાલે જામજોધપુરમાં બાલવા ફાટક પાસેથી પકડી લેવાયો છે.

જામજોધપુર શહેરના ઉમિયાનગરમાં રહેતા પંકજ લખમણભાઈ રીબડીયા નામના શખ્સ સામે થોડા વર્ષ પહેલાં નોંધાયેલી ફરિયાદમાં રાજકોટની અદાલતે સજાનો હુકમ કર્યાે હતો.

આ હુકમ અન્વયે પંકજ સામે સજા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી આ શખ્સ હાજર થતો ન હતો. ઉપરોક્ત આરોપી જામજોધપુરમાં બાલવા ફાટક પાસે આવ્યો હોવાની બાતમી મળતા દોડી ગયેલી પોલીસ ટીમે તેને દબોચી લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh