Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ન્યુ સ્કૂલ પાસે સ્લેબ ભરવાની કામગીરી અત્યંત ધીમી

ગોકળગાયને ૫ણ શરમ આવે તેમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો માટે કોન્ટ્રાક્ટ આપી દીધા પછી આ કામ કેવી રીતે થાય છે, ખ્યાલ છે ? તેની દરકાર લેવામાં આવતી નથી. તળાવ ગેઈટ નંબર ૯ સામેના માર્ગેે કેનાલ ઉપર સ્લેબનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ૨૯ માર્ચ થી ૩૦ એપ્રિલ સુધી આ કામા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેવી જાણ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, હવે એપ્રિલના બદલે મે માસ પણ પૂર્ણ થવા આવ્યો છે, આમ છતાં આ કામ હજુ પૂર્ણ થયું નથી.

આગામી દિવસોમાં વરસાદ થશે માટે આ વિસ્તારની હાલત વધુ કફોડી બનશે, અત્યારે આ વિસ્તારના કોર્પોરેટરો પણ મૌન કેમ છે ? બીજી તરફ તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉદાસીનતા પણ નજરે પડી રહી છે. અને ગોકળગાયની ગતિએ ચાલતા કામ અંગે તરેહ-તહેરની ચર્ચા સાંભળવા મળી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh