Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓ૫રેશન સિંદૂર પછી પ્રથમ વખત વડાપ્રધાન ગુજરાતમાં: વડોદરામાં ભવ્ય રોડશોઃ દાહોદમાં રેલવેના ૨૩૬૯૨ કરોડના કામનું લોકાર્પણઃ
દાહોદ તા. ર૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં રોડશો પછી દાહોદમાં કરોડો રૂપિયાના રેલવેના વિકાસ કામોના લોકાર્પણ પછી તેઓ લોકોને સંબોધી રહ્યાં છે. બપોર પછી તેઓનો ભૂજનો કાર્યક્રમ છે.
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવ્યા છે. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ કેસરી કોટીમાં રોડ શો કર્યો. એરપોર્ટ બહાર નીકળતા જ કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી, વડાપ્રધાને પણ નમસ્તે કહૃાું. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા એક કિલોમીટરના રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા અને શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. ત્યાર પછી પીએમ મોદીએ દાહોદમાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા રૂ. ૨૧,૪૦૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ-ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી-બોટાદ ૧૦૭ કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફ્કિેશન અને કલોલ-કડી-કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ રૂ.૨૨૮૭ કરોડના કામો સહિત રેલવેના કુલ રૂ. ૨૩,૬૯૨ કરોડના કામોનું લોકાર્પણ કર્યું અને દાહોદમાં ૯૦૦૦ એચ.પી.નું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું હતું.
વડોદરામાં વડાપ્રધાન મોદીની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડનું ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. કિશનવાડી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાન નીતેશ જારીયાનું હાર્ટ-એટેકથી મોત થયુ હોવાના અહેવાલો પણ વહેતા થયા હતાં.
રેલવેનો કેવો વિકાસ થયો છે. સેમી અને સ્માર્ટ સ્પીડ રેલવે જેનું કોઈ નામ નહોતું લેતું. દેશમાં ૭૦ રૂટ પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે અને આજે અમદાવાદ-વેરાવળ સોમનાથ દાદાના ચરણોમાં વંદેભારત ચાલુ થઈ છે. હવે સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને તેનું મોટું કારણ છે નવી ટેકનોલોજી દેશના યુવાઓ તૈયાર કરી રહૃાા છે. કોચ ભારતમાં બને, લોકોમોટિવ ભારતમાં બને. આ બધું પહેલા વિદેશોમાંથી લાવવું પડતું હતું. આજે પરસેવો પણ આપણો, પૈસા પણ આપણાં અને પરિણામ પણ આપણું.
આજે દેશ નિરાશાના અંધકારમાંથી નીકળીને અજવાળામાં તિરંગો લહેરાવી રહૃાો છે. આજે આપણે ૧૪૦ કરોડ ભારતીય મળીને આપણા દેશને વિક્સિત ભારત બનાવવા માટે લાગેલા છીએ. દેશની પ્રગતિ માટે જે કંઈ જોઇએ એ અમે ભારતમાં જ બનાવીએ એ આજના સમયની માંગ છે.
તમારા આ આશીર્વાદની શક્તિથી હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં લાગેલો રહૃાો. આ વર્ષોમાં દેશે એવા નિર્ણયો લીધા જે અકલ્પનીય અને અભૂતપૂર્વ છે. આ વર્ષોમાં દાયકાઓ જૂની પેઢીઓ તોડી છે, દેશ દરેક સેક્ટરમાં આગળ વધ્યો છે.
આજે ૨૬ મેનો દિવસ છે. ૨૦૧૪માં આજના જ દિવસે મેં પહેલીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. તિરંગો જોઇએ. ગુજરાતના લોકોએ મને ભરપૂર આશીર્વાદ આપ્યા અને પછી દેશના કોટી કોટી લોકોએ મને આશીર્વાદ આપવામાં કોઈ ખોટ રાખી નથી.
પીએમ મોદીએ કહૃાું કે બધાના તિરંગા ફરકતા રહેવા જોઇએ. કેમ છો બધા? જરા જોરથી જવાબ આપો.જોરમાં? દાહોદનો વટ પડી ગયો છે. વડાપ્રધાને મંચ પરથી આતંકવાદ અને આતંકવાદને પોષણ આપતા પાકિસ્તાનને પણ લલકાર્યુ હતું.
આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા પછી ગુજરાતની ધરતી પર પ્રથમવાર પધારનાર પીએમ મોદીને ગુજરાત વતી અભિનંદન પાઠવું છું. પીએમએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી આતંકવાદ સામેના નવા માપદંડ નક્કી કર્યા છે. હવે આતંકનો જવાબ તરત, સચોટ અને સતત કાર્યવાહીથી અપાશે. તેવો સ્પષ્ટ સંકેત તેમને આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial