Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૨૬: ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) માટે વેરિફિકેશન કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર નહીં રહે. હવેથી તેમને પોસ્ટ ઓફિસ મારફત ડિજિટલ પ્રમાણપત્ર મળી રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું છે કે, ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંંક વચ્ચે થયેલા એક સમજૂતી કરાર અંતર્ગત પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ડાકઘરોમાં અથવા તેમના ઘરમાં નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાનો તમામ ખર્ચ રાજ્યસરકાર દ્વારા વહન કરવામાં આવશે. આ સેવા નેશનલ ઈન્ફર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત 'જીવન પ્રમાણ' એપ્લિકેશન દ્વાર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં પોસ્ટ ઓફિસ કાઉન્ટર ઉપરાંત પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકોના માધ્યમથી આ સેવા ૩૧ જુલાઈ સુધી આપવામાં આવશે.
આ પહેલાનો મુખ્ય ઉદ્દેશ્ય ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરોને સહેલાઈથી સેવા મળી શકે. આ માટે પેન્શનરે પોતાનો આધાર નંબર, મોબાઈલ નંબર તથા પી.પી.ઓ. નંબર આપવો પડશે. જીવન પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પુરી થયા પછી, પેન્શનરને તેમના મોબાઈલ નંબર પર પ્રમાણ આઈ.ડી. એસએમએસ દ્વારા મળશે અને પ્રમાણપત્ર આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મુશ્કેલીમાંથી પણ મુક્તિ આપે છે. ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા દ્વારા પેન્શનરોને થોડા જ મિનિટોમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પેન્શન ઓફિસ સુધી પણ પહોંચાડી દેવામાં આવશે. આ નિર્ણયના કારણે ગુજરાત રાજ્યના ૫લાખથી વધુ પેન્શનરો પણ આ સેવાનો લાભ લઈ શકશે. આ માટે તેમણ નજીકના ડાકઘર અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવો પડશે.
પેન્શનર હવે પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાના બેક ખાતામાંથી પેન્શન રકમ પણ ઘરે બેઠા ઉપાડી શકે છે, જેના કારણે ડાક વિભાગની આ સેવા સંપૂર્ણપણે સરળ અને સુવિધાનજક બની જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial