Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશમાં શનિ મહારાજના એકમાત્ર જન્મસ્થળે પનોતી માતાજી પણ બિરાજે છે
ખંભાળિયા તા. ર૬: ભાણવડના હાથલામાં આવતીકાલે શનિ જયંતી ઉજવાશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે.
આવતીકાલે મંગળવારના અમાસના દિને દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલા ગામે આવેલા શનિદેવના જન્મ સ્થળ મંદિરે શનિ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે. તે માટે દિવસોથી આયોજન પણ શરૂ થઈ ગયું છે.
દ્વારકા જિલ્લાના હાથલા ગામે અત્યંત પ્રાચીન શ્રી શનિદેવનું મંદિર આવેલું છે. જે ખૂબ જ ઐતિહાસિક છે તથા પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત સ્થળ જાહેર કરવામાં આવેલું છે.
અહીં પ્રાચીન વાવ આવેલી છે તથા મંદિરની પાસે વિશાળ તળાવ પણ આવેલું છે. શનિદેવની બે અત્યંત પ્રાચીન ભવ્ય પ્રતિમાઓ તથા મંદિરના ગર્ભ ગૃહમાં જ સાડાસાતી પનોતી તથા અઢી વર્ષની પનોતીની પ્રાચીન પ્રતિમા ફણારૂપે છે. મંદિરની બહાર જ પ્રાચીન હનુમાનજી તથા નજીકમાં કૂવા પાસે જ બીલીના વૃક્ષ નીચે મહાદેવ પણ બિરાજમાન છે.
અહીં શનિવાર, રવિવાર તથા મંગળવારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છે. વળી શનિદેવનું ભારતમાં એક માત્ર જન્મ સ્થળ હોવાથી તથા ભારતમાં પનોતીદેવીના બન્ને પનોતીના મંદિરો અહીં હોવાથી પનોતી ઉતારવા પણ અહીં ભાવિકો દર્ર દૂરથી આવે છે.
શનિ જયંતી હોય ત્યારે તો ભાવિકો એટલી મોટી સંખ્યામાં આવે છે કે અહીં ભાવિકો પનોતીરૂપે પોતાના બૂટ, ચપ્પલ પગરખા મૂકી જાય છે તેના ટ્રેક્ટરો ભરાય છે તથા અહીં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે તથા વ્યવસ્થા છે.
મંદિરની બાજુમાં વાછડા ડાડાની ભવ્ય જગ્યા પણ આવેલી છે. શનિ જયંતી હોય, મંદિરના ટ્રસ્ટીઓ તથા પૂજારી દ્વારા તથા ભક્તો દ્વારા તે દિવસે લાખો ભક્તો અહીં આવતા હોય, તેમના માટે વ્યવસ્થા માટે વિશાળ ગ્રાઉન્ડમાં સગવડો ઊભી કરાય છે તથા અહીં તે દિવસે દોઢ-બે લાખ ભાવિકો પ્રસાદી પણ લેતા હોય, ગુંદી-ગાંઠિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અગાઉ રાજ્ય સરકાર દ્વારા અહીં થોડી સુવિધા ઊભી કરવામાં આવી હતી તે પછી ફરીથી સમગ્ર વિસ્તારમાં સગવડો ઊભી કરવા સાડાસાત કરોડના ખર્ચે નવા વિકાસનું આયોજન પણ આ વિસ્તારના ધારાસભ્ય તથા રાજ્ય મંત્રી શ્રી મૂળુભાઈ બેરા દ્વારા થયું છે.
સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રીઓ બાબુભાઈ બોખીરિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાંધલ જાડેજા, રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા શનિદેવના ખાસ ભક્તો છે તથા અહીં પદયાત્રી સંઘ પણ પોરબંદરથી આવે છે.
શનિ જયંતી તા. ર૭/પ ના ઉજવાશે. આ વખતે બે અષાઢ થતા સોમવારે પણ ક્યાંક ઉજવણી છે, તેમ અગ્રણી વિનોદભાઈએ જણાવ્યું હતું.
ખંભાળિયાના અગ્રણી જ્યોતીષી સંજયભાઈ થાનકી (આફ્રિકાવાળા) તથા મનોજભાઈ સોની (જામરાવલવાળા) દ્વારા મંદિરના વિકાસ માટે ઘણાં પ્રયત્નો કરાયા હતાં. શનિ જયંતીના આગલી રાત્રિના ૧ર વાગ્યા પછીથી જ અહીં ભાવિકો ઉમટી પડે છે જે આગલા દિવસની રાત્રિ સુધી ચાલે છે તથા સમગ્ર વિસ્તાર વાહનોથી ભરાઈ જતું હોય, ભાણવડ પો.ઈ. કે.બી. રામશી દ્વારા ખાસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. પનોતી ઉતારીને જે રસ્તેથી આવતા હોઈએ તેના બદલે બીજે રસ્તે જવાની માન્યતા હોય, લોકો અહીં પોરબંદર તરફથી આવી ભાણવડ તરફથી જા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial