Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં સ્થિત ધ્રાફા ફાટક (રેલવે ક્રોસીંગ) પાસે આવેલા માર્ગના સમારકામ અર્થે ઉકત ક્રોસિંગ વાળો રસ્તો બંધ કરવા અંગે અને વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા સાથે ત્રણ માસના સમયગાળા માટે આ રસ્તો બંધ કરવા અંગેની રજુઆત મળી હતી.
હાલમાં ચોમાસાની ઋતુ હોવાથી આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને અન્ય તમામ પરિબળોને ધ્યાનમાં રાખતા સુનિશ્ચિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા અને આ કાર્ય સમયે ટ્રાફિક સમસ્યા નિવારવા, સમારકામની કામગીરી અડચણ ઊભી ન થાય તે માટે જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે. તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા તેમને મળેલ સત્તાની રૂઈએ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં આગામી તા. ર-૧૦-ર૪ સુધી જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં સ્થિત ધ્રાફા ફાટકની બંને બાજુના રસ્તા પર અત્રે જણાવ્યા મુજબના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સાથે ઉપરોકત માર્ગ પર વાહન વ્યવહાર તેમજ અવર-જવર બંધ રહેશે.
જેમાં ભારે વાહનો સિવાયના વાહનો અને રાહદારીઓ માટે ધ્રાફા બાજુથી આવવા જવા માટે ગાયત્રી મંદિર પાછળથી પોલીસ સ્ટેશન પાસેથી રેલવે સ્ટેશનથી સ્વામિનારાયણ મંદિર પાસે થઈને બાલવા ફાટક પસાર થઈને સીએચસી હોસ્પિટલ કષ્ટભંજન હનુમાન મંદિર સુધીનો વૈકલ્પિક રસ્તો લાગુ પાડવામાં આવ્યો છે.
તેમજ ભારે વાહનો માટે ધ્રાફા અને બાલવા બાજુથી આવતા વાહનો જેને શહેરની બહાર ગીંગણી કે સીદસર આગળ જવાનું હોય, તો તેમને બાલવા ફાટકથી બસ સ્ટેન્ડથી જુની કોલેજ-બહુચરાજી મંદિર પાસેથી ગૌશાળાથી સ્મશાનના રસ્તે થઈને માણેક ફાર્મવાળા બાયપાસ રોડ તરફ તથા વિરૂદ્ધ દિશામાં આવવા જવાનું રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ ૩૩ (૬)ની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવે છે.
આ જાહેરનામાની તમામ જાહેર જનતાને જાણ થાય તે રીતે ચીફ ઓફિસર, જામજોધપુર નગરપાલિકા, જામજોધપુરે તેની બહોળી રીતે પ્રસિદ્ધિ કરાવવાની રહેશે. તેમજ રસ્તાઓના અગ્રભાગે જાહેર જનતાને સરળતાથી જાણકારી મળી રહે તે મુજબના બોર્ડ મૂકાવવાના રહેશે. ઉપરોકત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial