Advertisement
Author: નોબત સમાચાર

સફાઈ કામદારોના અણઉકેલ પ્રશ્નોનો ઉકેલ લાવવા બેઠક યોજવા તથા વાટાઘાટો કરવા રજૂઆત

જામનગર મહાનગરપાલિકાના

જામનગર તા. ૬: જામનગર મહાપાલિકાના સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદારોનું હાલનું સેટઅપ ૧૩૩૪નું છે, જે હાલની વસ્તી, વસાહત અને એરીયા પ્રમાણે ખૂબજ ઓછું છે તે વસ્તી પ્રમાણે વધારવામાં આવે.

કાયમી સફાઈ કામદાર ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે અને તેવા કામદારોને વય નિવૃત્તિમાં ચારથી પાંચ વર્ષ બાકી હોય તેવા કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવામાં આવતી નથી જેથી આવી નીતિમાં સુધારો કરી સફાઈ કામદાર કાયમી થાય ત્યારથી કે નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી જો ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે તો તેવા કર્મચારીના વારસદારોને  કાર્યવાહી કરી રહેમરાહે નોકરી આપવામાં આવે.

જામનગરમાં જુદી જુદી જગ્યાએ કોન્ટ્રાક્ટ પ્રથા ચાલતી સોસાયટીઓમાં સફાઈ કામદારો રાખી તેઓને ત્રણથી ચાર હજાર પગાર આપી સફાઈ કામદારોનું શોષણ કરી મહાપાલિકા પાસેથી તગડી રકમો મેળવી આર્થિક નુકસાન પહોંચાડે છે. આવી સોસાયટીઓમાં પસંદગી પામેલા અવેજી કામદારોનું વેઈટીંગ લીસ્ટમાંથી કામદારોને પસંદ કરી પૂરતું લઘુત્તમ વેતન આપી કામગીરી લેવી જોઈએ.

જીઆઈડીસી અને મહાપાલિકા વચ્ચે ઘણા વર્ષાેથી કાનૂની લડત ચાલતી હતી જેનો ચૂકાદો મહાપાલિકાની તરફેણમાં આવતા જીઆઈડીસીના મસમટા એરીયામાં સફાઈ કામદારોની તાતી જરૂરિયાત ઉભી થવા પામી છે. આવા મોટા એરીયામાં મહાપાલિકા હસ્તના પસંદગી પામેલા કામદારોના વેઈટીંગ લીસ્ટમાંથી પસંદગી કરેલ અવેજી કામદારોને રાખી કામગીરી લેવામાં આવે તેવી માગણી ઉઠી છે.

કાયમી સફાઈ કામદારોના વારસદારોને તેમના માતા-પિતા કોઈ એકનું અવસાન થાય અને અન્યને નોકરી મહાપાલિકામાં હોય તેવા કામદારોને વારસદાર તરીકે નોકરી આપવામાં આવતી નથી. જેમાં સુધારો કરી વારસદારોને રહેમરાહે નોકરી આપવામાં આવે, વધુમાં આવા કિસ્સામાં વારસદારોની નોકરી અંગેની કે ઉચ્ચક સહાયની પેન્ડીંગ દરખાસ્તને વર્ષ ૨૦૦૫-૦૬ પછી અને ૨૦૧૭ પહેલાની ગ્રાહ્ય રાખી તેનો ત્વરિત ઉકેલ લાવવો.

જામનગર પાલિકા હસ્તક કાયમી સફાઈ કામદારોને સરકારની ઉચ્ચત્તર પગાર ધોરણની નવી નીતિ ૧૦-૨૦-૩૦ વર્ષની જોગવાઈ મુજબ ઉચ્ચ પગાર ધોરણ મંજૂર કરી એરીયર્સ ચૂકવવા માંગી છે.

કર્મચારીઓને ૨૦૦૫ પછી જે પેન્શન બંધ કરવામાં આવેલ છે જે કેન્દ્ર સરકાર-રાજ્ય સરકારની નીતિ પ્રમાણે સ્વૈચ્છિક રીતે સ્થાયત સંસ્થા હોવાના કારણે નવી પેન્શન નીતિઓને અમલ કરવામાંથી બાકાત રાખવામાં આવે છે જેથી જૂની પેન્શન નીતિ બંધ કરવા અને તેનો જનરલ બોર્ડમાં ઠરાવ કરેલ છે તેમાં સુધારો કરી જૂની પેન્શન યોજના ચાલુ રાખવી જોઈએ.

જામનગર મહાનગર પાલિકાના જનરલ મહેકમ ખાલી પડેલી જગ્યાઓ જેવી કે કલાર્ક, હેડ કલાર્ક, એએસઆઈ, પટાવાળા, ચોકીદાર, ડ્રાઈવર વગેરે જગ્યાઓની કાયમી સફાઈ કામદારોને એજ્યુકેશન / લાયકાત મુજબની બઢતી અને નિમણૂક આપવા માગણી છે.

આ માગણીઓ સફાઈ કામદારોના હિતમાં હોય જેની ત્વરીત નોંધ લઈ ૧૫ દિવસમાં માગણીઓનો વાટાઘાટો કરી મિટિગ બોલાવી ઉકેલ લાવવા કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

જો ઉપરોક્ત વ્યાજબી અને ન્યાયીક માગણીનો ત્વરીત ઉકેલ લવવામાં નહીં આવે તો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની મહાપાલિકા સામે છાવણી નાખવાની ફરજ પડશે. વધુમાં જરૂર પડ્યે શહેરની તમામ સફાઈ કામગીરી ઠપ્પ કરી, બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જેની તમામ જવાબદારી જવાબદાર અધિકારીઓની રહેશે તેવી ચીમકી સમસ્ત વાલ્મિકી સમાજ હાઈપાવર સંકલન સમિતિના ચેરમેન મનહરભાઈ ઝાલા, વાઈસ ચેરમેન તથા કોર્પોરેટર શોભનાબેન પઠાણ અને હરીશભાઈ ચૌહાણે આવેદનના અંતમાં આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh