Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી

છેલ્લા ચોવીસ કલાકમાં ર.૧ ડીગ્રીના ઘટાડા સાથે

જામનગર તા. ૬: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર.૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.

જામનગરમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો, પરંતુ ચોવીસ કલાક દરમિયાન વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી.

નગરમાં શનિવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર.૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી અને નહીવત ઘટીને લઘુતમ તાપમાન ર૭.૮ ડીગ્રી નોંધાયું હતું. મેઘાવી મહોલ અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩ ટકા ઘટીને ૮૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh