Advertisement
Author: નોબત સમાચાર

"મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટસ" જ્વેલરી શોરૂમ

અષાઢી બીજથી જામનગરમાં ખૂલ્લો મૂકાઈ રહ્યો છેઃ

જામનગર તા. ૬: જામનગર શહેરમાં સુવર્ણાલંકાર વિક્રેતાનો એક સદીનો વિશાળ અનુભવ ધરાવતા માંડલિયા (નવનીત) પરિવારના બંધુઓ દ્વારા શહેરમાં એક વધુ ગોલ્ડ ઓર્નામેન્ટના શોરૂમનો પ્રારંભ થઈ રહ્યો છે.

શહેરના વ્યાપાર-ધંધાથી ધમધમતા ઈંદિરા માર્ગ ઉપર ગુરૂદ્વારા અને અંબર ચોકડી વચ્ચે સેન્ટર પોઈન્ટ બિલ્ડીગમાં બે મજલાના જ્વેલરી શો-રૂમ 'મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ્સ' નો શુભારંભ અષાઢીબીજના શુભદિને થશે. પરંતુ શોરૂમના ભાગીદારો વિશાળ ગ્રાહકવર્ગ-શુભેચ્છક મિત્ર વર્તુળ ધરાવતા હોવાથી ઉદ્ઘાટન સમારોહ તા. ૭, ૮ અને ૯ જુલાઈ એમ ત્રણ દિવસનો રાખવામાં આવ્યો છે.

શોરૂમના ભાગીદાર ૫રેશભાઈ માંડલિયા જણાવે છે કે, તેમનો પરિવાર એક સદીથી જ્વેલરી બિઝનેસમાં કાર્યરત હોવાથી તેઓ આભૂષણો વિષયક વિશાળ અનુભવ ધરાવે છે. બે માળના શોરૂમમાં ગોલ્ડ, સિલ્વર, રિયલ ડાયમંડ, લેબ ગ્રાઉન ડાયમંડ, વ્હાઈટ ગોલ્ડ, પ્લેટીનમ, ઠાકોરજીના શ્રૃંગાર, પૂજા સામગ્રી ઉપરાંત ખાસ 'ડ્રીમ સ્ટોન' બ્રાન્ડની રાશિરત્ન સ્ટોન + સિલ્વર ફેશન જ્વેલરી પણ લાવી રહ્યાં છીએ. જે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલંકાર પ્રેમીઓની માંગની સંપૂર્ણ આપૂર્તિ કરશે.

આ નૂતન જ્વેલરી શોરૂમમાં રીંગ સેરેમની,સગાઈ, વિવાહ, શાદી, જન્મદિવસ, ઉદ્ઘાટન વાસ્તુ જેવા મંગલકારી પ્રસંગોએ ભેટ આપવા જેવી વિવિધ કિંમતી આઈટેમોનો ખજાનો પણ હશે. ઉપરાંત મહિલાવર્ગ અને યુવા વર્ગને આકર્ષે તેવી તેમજ મધ્યમ વર્ગને પરવડે તેવી આઈટમની ખરીદી એક જ જગ્યાએથી થઈ શકશે તેમ જણાવી જ્વેલરી શોરૂમના ભાગીદારો તેજસભાઈ અને હારિતભાઈ માંડલિયા જણાવે છે કે... અમો અમારા આંગણે ગ્રાહકોને પારિવારિક આદર સત્કારનો અહેસાસ કરાવીશું.

'મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ'  ના ઉદ્ઘાટન પૂર્વે મોટી હવેલીના પૂ.પા.ગો. ૧૦પ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીએ પણ શોરૂમમાં પાવન પગલાં કરી માંડલિયા પરિવારને પ્રગતિની અંતરની શુભકામના પાઠવી છે.

આ નૂતન પેઢી દ્વારા દરેક પરિવાર સુવર્ણમાલિક બને તેવા હેતુથી 'મધુવન ફાઈન ગોલ્ડ' અને 'મધુવન +' ની એસઆઈપી સ્કીમ પણ ઉદ્ઘાટનના દિવસથી જ અમલમાં લવાઈ રહી છે. જેમાં સુવર્ણ અંલકારોની ભવિષ્યની ખરીદીને ધ્યાનમાં લઈ ગ્રાહકો માસિક બચત થકી મનગમતા આભૂષણો ખરીદી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh