Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલે અષાઢી બીજે દ્વારકાના જગતમંદિરમાં
દ્વારકા તા. ૬: દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલે અષાઢી બીજ ને રવિવારે સાંજે પ થી ૭ સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપની રથયાત્રાનું આયોજન કરાયું છે. રવિવારે અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રીજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડીને દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં પૂજારી પરિવાર સાથે આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાશે. રથયાત્રા મહોત્સવનો સર્વે વૈષ્ણવોએ લાભ લેવા મંદિર વહીવટદાએ જણાવ્યું છે.
આ અંગે દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવારના પ્રણવભાઈ દ્વારા જણાવાયું કે, દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ શ્રીજીના બાળ સ્વરૂપને ગર્ભગૃહમાંથી બહાર લાવીને ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને બાળ સ્વરૂપે સફેદ ચાંદીના અશ્વો અને ચાંદીના શ્રીજીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવે છે. શ્રીજીની દરેક પરિક્રમા પછી ભોગ અને આરતી પણ કરવામાં આવે છે, જે અનુસાર રથયાત્રા દરમિયાન ઠાકોરજીના બાળસ્વરૂપની મુખ્ય મંદિરની ચોથી પરિક્રમા પછી દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલા માતા દેવકીજીના મંદિર પાસે આવેલા સ્તંભ સાથે અથડાવવામાં આવશે. લોકવાયકા મુજબ શ્રીજીના આ રથને આ સ્તંભ સાથે અથડાવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્યાએ સારો વરસાદ વરસે છે. સારા વરસાદથી ઉત્તમ પાક થતાં ખેડૂતો લોકોના ઘર ધન-ધાન્યથી ભરાય છે તેવી માન્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial