Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક કરોડ ઉપરાંતના વિવિધ કામોનું નિરીક્ષણઃ
ખંભાળિયા તા. ૬: ખંભાળીયા પાલિકા પ્રમુખ શ્રીમતિ રચનાબેન મોટાણી તથા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા ધી ડેમ વિસ્તારમાં પાલિકાના ચાલતા વિકાસ કાર્યો અંગે તથા જળ સ્ત્રોત અંગે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
ખંભાળીયા ધી ડેમ વિસ્તારમાં બનતા પાણી પુરવઠાના એક કરોડ ઉપરાંતના કામો, ચેકડેમ તથા બગીચાના કામોની પ્રગતિ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
હાલ ખંભાળીયા શહેરની જનતાને એકાંતરા બે દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જેમાં નર્મદાનું પણ જળ ઉપયોગમાં લેવાતું હોય, નર્મદાના પાણી અંગે પણ સ્થળ મુલાકાત કરાઈ હતી. હાલના ખંભાળીયા વોટર વર્કસના જળ સ્ત્રોત તથા જો વરસાદ ખેંચાય તો ખંભાળીયાની જનતા માટે જળસ્ત્રોતો માટે ત્રંભાની વાવ, અન્ય બે કૂવાઓ તથા પાણીના બોર જેમાં ર૪-ર૪ કલાક સુધી પાણી મળી શકે તેમનો ઉપયોગ કરવા માટેનું આયોજન તેમજ ઈલેકટ્રીસિટી અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial