Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હોઃ
જામનગર તા. ૬: ખંભાળિયામાં પોણા પાંચ વર્ષ પહેલાં એક પરિણીતાએ ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે તેણીની માતાની ફરિયાદ પરથી પતિ, સાસુ સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે માતા, પુત્રનો છૂટકારો કર્યાે છે.
ખંભાળિયાના ધર્મરાજસિંહ નિર્મળસિંહ ઝાલા સાથે ગિર સોમનાથ જિલ્લાના ઉના ગામના જુવાનસિંહ જેઠીજી ચૌહાણના પુત્રી સંતોષબાના લગ્ન થયા પછી આ પરિણીતાએ ગઈ તા.૩-૭-૧૯ના દિને પોતાના ઓરડામાં સાડી વડે ગળાટૂંપો ખાઈ આત્મ હત્યા કરી હતી.
આ બનાવ અંગે પતિ તેમજ સાસુ લીલાબાએ કરિયાવર બાબતે મેણાટોણા મારી તેણીને મરી જવા માટે મજબૂર કર્યાની ફરિયાદ મૃતકના માતા સુરજબા ચૌહાણે પોલીસમાં કરી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જે.કે. હિંડોચા, અભિષેક ધ્રુવ, હર્ષિદાબેન અસાવલા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial