Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તારીખ ૧૩ જુલાઈના શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરશેઃ
જામનગર તા.૬: જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા ૧૩ જુલાઈ, શનિવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય ૧૭મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર-રાજકોટ હાઈવે ધુંવાવ રોડ પહેલા ઈસ્કોન મંદિરમાં સવારે મંગળા આરતી, પ્રવચન, છપ્પન ભોગ વિગેરે ધાર્મિક કાર્યક્રમો થશે
જામનગરમાં ઈસ્કોન પરિવાર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની સત્તરમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર-રાજકોટ હાઈવે, ધુંવાવ રોડ, ઈસ્કોન મંદિરમાં તા. ૧૩-૦૭-૨૦૨૪ (શનિવાર)ના દિને સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતીના દર્શન સાથે કાર્યક્રમનું મંગલાચરણ થશે. એ પછી સવારના સાડાસાત વાગ્યે શ્રૃંગાર દર્શન, આઠ વાગ્યે તથા અગિયાર વાગ્યે ધાર્મિક પ્રવચન, બપોરે સાડાબાર વાગ્યે વિશેષ આરતી-છપ્પનભોગ દર્શન થશે. સર્વે ભક્તોને રથયાત્રા તેમજ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છેેે.
ભગવાન જગન્નાથજી (જગન્નાથજી-શુભદ્રા-બલરામના વિગ્રહ) ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે-જય જગન્નાથજીના નાદ સાથે બપોરે ૩:૩૦ વાગ્યે નગરના મહાનુભાવોની અને કૃષ્ણભક્તોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ પછી સુમેર ક્લબ પાસે, સાત રસ્તા પાસેથી પ્રારંભ થશે અને રથયાત્રા ત્યાંથી ઓશવાળ હોસ્પિટલ રોડ, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, સજુબા હાઈસ્કૂલ, બેડીગેઈટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, સુભાષબ્રીજ, રાજપાર્ક, ગુલાબનગર, કાર શો-રૂમ રોડ થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થશે.
રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત થશે તેમજ પ્રસાદ, ફ્રૂટ્સ, ઠંડા પાણી, સરબતનું વિતરણ થશે. અને દરેક રૂટ ઉપર બરોડ,, વલ્લભ વિદ્યાનગર, ભરૂચ, સુરત, પોરબંદરથી પધારેલ કૃષ્ણ ભક્તો સંકીર્તન, હરે કૃષ્ણ ના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવશે.
રાત્રે ૭-૩૦ વાગ્યે પૂર્ણાહુતિ પછી રાત્રે ૮ વાગ્યે દરેક કૃષ્ણ ભક્તો માટે ઈસ્કોન મંદિર પાસેના મેદાનમાં પ્રસાદમ્ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
વધુ વિગત માટે મુરલીધરદાસ (મો. ૯૪ર૮૯ ૦૧૮૯૬) તથા રમારમણદાસ (મો. ૯૪૨૯૦ ૭૧૫૧૪) તેમજ (મો. ૯૪૨૬૯ ૧૮૭૫૫) એડવોકેટ દિલીપ ભોજાણીનો સંપર્ક કરવો.
ઈસ્કોનના શ્રી ભક્તિવિકાસ સ્વામી મહારાજ શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વિશેષ પ્રવચન
ઈસ્કોન-જામનગર કેન્દ્ર દ્વારા તારીખ ૧૪ જુલાઈ, રવિવાર સાંજના ૭-૩૦ વાગ્યે કૃષ્ણપાર્ક સામે, જામનગર રાજકોટ હાઈવે, ધુંવાવ પહેલા, ઈસ્કોન મંદિરમાં ઈસ્કોનના શ્રી ભક્તિવિકાસ સ્વામી મહારાજ (લંડન) શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમજ જગન્નાથજી પર ખાસ પ્રવચન આપશે. ત્યારપછી ભગવાન શ્રી જગન્નાથ લીલાનું નાટકનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં કૃષ્ણ ભક્તોને પધારવા શ્રી મુરલીધર દાસ (મો. ૯૪ર૮૯ ૦૧૮૯૬) અનુરોધ કર્યો છે. પ્રવચન પછી રાત્રે ૯ વાગ્યે મહાપ્રસાદમ્ની કૃષ્ણ ભક્તો માટે વ્યવસ્થા રાખેલ છે. તેમ રમારમણદાસ પ્રભુએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial