Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરાઈ રજુઆત
જામનગર તા. ૬: તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં જીએમઈ આર.એસ. દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં કરાયેલ તોતીંગ ફી વધારા સામે જામનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કરી આ ફી વધારો પરત ખેંચવાની માંગણી સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનમાં રજુઆત-માંગણી કરવામાં આવી છે કે, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સેવા કરવાના હેતુથી સ્વનિર્ભર તબીબી સ્વનિર્ભર કોલેજો ખોલવામાં આવી છે પરંતુ તાજેતરમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી દ્વારા તબીબી અભ્યાસક્રમમાં સેલ્ફ ફાયનાન્સ-મેનેજમેન્ટ કવોટામાં વાર્ષિક ફી માં ૬૭ થી ૮૮ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જનરલ કવોટામાં પાંચ લાખ અને મેનેજમેટ કવોટામાં ૧૭ લાખની ફી જાહેર કરવામાં આવી છે. ગત વર્ષે જનરલમાં ત્રણલાખ ૩૦ હજાર અને મેનેજમેન્ટ કવોટામાં ૯ લાખ ફી લેવાઈ હતી.
એમબીબીએસની લાયકાત ગત વર્ષ જનરલમાં ૧૪, ૮પ લાખમાં મળતી હતી તે હવે રૂા. ર૪,૭પ લાખમાં મળશે. તેવી જ રીતે મેનેજમેમન્ટ કવોટામાં ૪૦.પ૦ લાખમાં મળતી આ ડીગ્રી હવે ૭૬ લાખ પ૦ હજારમાં મળશે. ગુજરાત સરકાર વારંવાર ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારા કરે છે તેઓ ગરીબ મધ્યમવર્ગના બાળકોને ડોકટર બનવવાનું સપનું ૫ૂરૃં કરશે ? અને નગડી ફી ચૂકવ્યા પછી ડોકટર બનીને સેવા કરશે કે પોતાના ઉપરનો આર્થિક બોજ ઉતારવા દર્દીના ખીસ્સા કાપશે..? આવા રીવધારાથી અનેક વિદ્યાર્થી તબીબી શિક્ષણથી દૂર રહેશે.
આ બાબતે યોગ્ય નિર્ણય કરવો જોઈએ અને ફી વધારો પરત ખેંચવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial