Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય પબુભા માણેકે ગર્લ્સ હોસ્ટેલ અને દિવ્યાંગો માટે નિવાસી સ્કૂલની કરી જાહેરાત

પોતાના જન્મદિવસની ઉજવણીના પ્રસંગે

દ્વારકા તા. ૬: સતત આઠમી વખત દ્વારકાની બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાતા અને ગૌસેવા, સંત સેવા અને સમાજ સેવા માટે હંમેશા તત્પર રહેતા પબુભા માણેકે તેમના ૬૯ મા જન્મ દિવસ નિમિત્તે પાંચ લાખ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ ઉપરાંત અન્ય બે સેવા સંકલ્પની પણ જાહેરાત કરી છે.

દ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજ માટે અદ્યતન સજ્જ ગર્લ્સ હોસ્ટેલ

હાલના સમય પ્રમાણે શિક્ષણ એ મનુષ્ય જીવનનો પાયો છે અને સ્ત્રિ શિક્ષણ એ તો ખૂબ આવશ્યક છે એ બાબતની ગંભીરતાથી સમજીને પબુભાએ દ્વારકામાં તેમના માતા સ્વ.શ્રી મોંઘીબેન વિરમભા માણેકના નામે માણેકનગરમાં ક્ષત્રિય વાઘેર સમાજની દીકરીઓ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ ગર્લ્સ હોસ્ટેલ બનાવીને ક્ષત્રિય વાઘેર સમાજ શિક્ષણ સમિતિને સોંપશે. હાલમાં શૈક્ષણિક વાઘેર સમાજની દીકરીઓ વરળવાળામાં રહે છે જ્યાં રહેવાની પૂરતી સગવડ ન હોય અને દરરોજ દ્વારકા શૈક્ષણિક સંસ્થાઓમાં જવા અપડાઉન કરવું પડે છે. હવે દ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજ ગર્લ્સ હોસ્ટેલની પબુભાની જાહેરાતથી સમાજ અને દીકરીઓમાં ખૂશીની લાગણી ફેલાઈ છે.

દિવ્યાંગ બાળકો માટે સ્કૂલ રહેવા-ભણવાની વ્યવસ્થા

દ્વારકામાં રહીને શિક્ષણ મેળવતા દિવ્યાંગ બાળકો સાથે પબુભા માણેક પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ વર્ષે આ દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસ ઉજવતા સમયે પબુભાએ આ તમામ દિવ્યાંગ બાળકો માટે રહેવાની વ્યવસ્થા ઉપરાંત સ્કૂલ બનાવી આપવાની પણ જાહેરાત કરી છે. પબુભા માણેકની આવી સેવાકીય પ્રવૃત્તિઓની જાહેરાતની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh