Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અષાઢી બીજે યોજાશે ભંડારોઃ ગાયોને ખવડાવાશે લાડુઃ તડામાર તૈયારી

ધી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશનના ઉપક્રમે

શ્રી વઋણદેવને રીઝવવા શહેરની વેપારી સંસ્થા ધી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન જામનગર દ્વારા વર્ષોની પ્રણાલિકા મુજબ અષાઢી બીજ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સંસ્થા દ્વારા જામનગરની જુદી જુદી ગૌશાળાઓમાં ઘઉંના લોટના લાડુ બનાવને વિતરણ કરવામાં આવશે. જેમાં ઘઉંનો લોટ ૭૦૦ કિલો, દેશી ગોળ પ૦૦ કિલો, તેલ ૧પ૦ કિલો અને ચણાનો લોટ ૮૦ કિલો વપરાશે. ઉપરોક્ત વસ્તુઓમાંથી આશરે ૭૦૦૦ નંગ ઘઉંના લાડુ ગાયો માટે તેમજ ગ્રેઈન માર્કેટના મજૂર ભાઈઓને ભંડારાનો પ્રસાદ દેવા માટે બુંદીના લાડુ આશરે ૧પ૦૦ નંગ બનાવી અને તેનું વિતરણ કરાશે તેમજ તા. ૭-૭-ર૪ ના રવિવારના આણદાબાવા ગૌશાળા ઢીંચડા, આણદાબાવા ગૌશાળા, ધોરીવાવ, વચ્છરાજ ગૌશાળા, નાગના પાસે, મોટી હવેલી, વિક્ટોરિયા પુલ પાસે, મોટી હવેલી, ગામમાં અને શ્રી જલારામ મંદિર, હાપામાં કરાશે. તદુપરાંત કબીર આશ્રમ, સમર્પણ હોસ્પિટલ રોડ, પ્રણામી મંદિરની ગૌશાળા, પાંજરાપોળ, લિમડાલેન, કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર, ખીજડિયા બાયપાસ, શરૂસેક્શન રોડ, અંબિકા ડેરી સામે, ખોડિયાર કોલોની ગૌશાળા, જુના રેલવે સ્ટેશન પાસે, દરેડ ગૌશાળા, શ્રી મહાપ્રભુજીની બેઠક સામે વિતરણ કરાશે. તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં ઊભેલી ગાયોને લાડવા ખવડાવામાં આવશે. ઉપરોક્ત લાડવા શ્રી જામનગર ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડી, કસ્ટમ હાઉસ પાછળમાં આજે બનાવાઈ રહ્યા છે, જે તસ્વીરોમાં દૃષ્ટિગોચર થાય છે.આ સમગ્ર કાર્યને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પરેશભાઈ મેતા, ઉપપ્રમુખ લક્ષ્મીદાસભાઈ કે. રાયઠઠ્ઠા, માનદ્મંત્રી રિશી અશોકકુમાર પાબારી, પૂર્વ પ્રમુખ જીતેન્દ્રભાઈ એચ. લાલ (જીતુ લાલ), સંસ્થાના કારોબારી સભ્યો વિશાલભાઈ મેતા, દેવેનભાઈ પાબારી, અરવિંદભાઈ મેતા, કિશોરપરી ગોસાઈ તથા અન્ય હોદ્દેદારો તથા સંસ્થાના સભ્યો તથા માર્કેટના મનોજભાઈ અમલાણીનો સાથસહકાર મળેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh