Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં શિક્ષણપ્રેમી મુસ્લિમ સમાજની આવતીકાલે જાહેર બેઠક યોજાશે

ભવ્ય શૈક્ષણિક સંકુલ બનાવવાના આયોજન માટે

જામનગર તા. ૬: જુમ્મા-મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ જામનગર તરફથી જામનગર શહેરના મુસ્લિમ સમાજ માટે પ્રાથમિક કુમારશાળા પ્રાથમિક કન્યાશાળા તેમજ માધ્યમિક શાળા માટેનું એક નવું શૈક્ષણિક સંકુલ જામનગર શહેરની મધ્યમાં કાલાવડ નાકા બહાર ગરીબ નવાઝ પાર્ક-ર, પાસે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની આવેલ જગ્યાની બાજુમાં જ એક ભવ્ય શૈક્ષણિક સંકુલ બનાવવા માટેના આયોજન માટે એક અગત્યની મિટિંગ સમગ્ર સમાજની રાખવામાં આવેલ છે.

આવતીકાલે તા. ૭-૭-ર૦ર૪ ના સાંજે પ.૩૦ વાગ્યે આ મિટિંગમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલ રસીદ મો.હનીફ લુસવાલા પ્રમુખ સ્થાને રહેશે તેમજ મુખ્ય મહેમાન તરીકે જનાબ અલ્તાફભાઈ ખફી, કોર્પોરેટર પૂર્વ વિરોધપક્ષના નેતા જામનગર મહાનગર-પાલિકા તેમજ માર્ગદર્શક અને લીગલ એડવાઈઝર હાજી હસનભાઈ ભંડેરી અને તમામ ટ્રસ્ટીઓ તરફથી જાહેર આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ હોય, જેમાં દરેક શિક્ષણપ્રેમી મુસ્લિમ સમાજના લોકોને ખાસ હાજરી આપવા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની એજ્યુકેશન કમિટી તેમજ શાળા પરિવાર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh