Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર અદાલતે આઠ પોલીસકર્મી, બે ફોજદાર સહિત બાર સામે પ્રોસેસનો કર્યાે હુકમઃ
જામનગર તા. ૬: લાલપુરના મીઠોઈ ગામના બે યુવાન ૧૨ વર્ષ પહેલાં ઝાખર પાટિયા પાસે હોટલમાં જમવા ગયા ત્યાં જમવાનું સારૂ ન હોવાની બાબતે બોલાચાલી પછી હોટલ સંચાલકો સાથે ઝઘડો થયો હતો. તે પછી વાડીનારના તત્કાલિન પીએસઆઈ અને સ્ટાફે માર માર્યાે હતો અને બીજા દિવસે એલસીબીના પીએસઆઈ અને સ્ટાફે આ યુવાનને માર માર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં લાલપુર અદાલતે પ્રોસેસનો હુકમ કર્યાે છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ લાલપુર તાલુકાના મીઠોઈ ગામના જીતેન્દ્રસિંહ બચુભા વાળા તથા તેમના મિત્ર મહાવીરસિંહ જાડેજા ગઈ તા.૧૦-૧-૧૨ના દિને જામનગર-ખંભાળિયા માર્ગ પર ઝાખર ગામના પાટિયા પાસે આવેલી ચામુંડા હોટલમાં જમવા માટે ગયા હતા. આ વેળાએ ત્યાં જમવાનું બરાબર ન લાગતા તેઓએ તેની ફરિયાદ કરતા હોટલના સંચાલક વસંતભાઈ તથા હસનભાઈ નામના વ્યક્તિઓએ હુમલો કર્યાે હતો અને તે વખતના વાડીનાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીપરવાડીયાને ફોન કર્યાે હતો.
ફોન પછી દોડી આવેલા પીએસઆઈ પીપરવાડીયા તથા સ્ટાફના અભિજીતસિંહ, પ્રવીણસિંહ, શક્તિસિંહ, નિર્મળસિંહ તેમજ હોટલ સંચાલકોએ એકઠા થઈ જીતેન્દ્રસિંહ તથા મહાવીરસિંહને મારકૂટ કરી હતી અને તે પછી બંનેને વાડીનાર પોલીસ મથકે લઈ જવાયા હતા જ્યાં રાત્રિના સમયે પોલીસે તેઓને માર માર્યાે હતો.
ત્યારપછી બીજા દિવસે એલસીબીના પીએસઆઈ આલ અને સ્ટાફના બાબભા, જયુભા, રણમલભાઈ, ભરતસિંહ તેમજ વાડીનાર પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ જીતેન્દ્રસિંહ તથા મહાવીરસિંહને લાકડી, ઢીકાપાટુથી માર મારી તેઓને ઝાખર ગામના પાટિયા પાસે લઈ જઈ ત્યાં માર માર્યાે હતો. તે ઉપરાંત મીઠોઈ ગામમાં લઈ જઈ અન્ય લોકોની ઉપસ્થિતિમાં માર માર્યાે હતો. ત્યાંથી વાડીનાર ગામમાં લઈ જઈ જાહેરમાં માર મારવા ઉપરાંત વાડીનાર પોલીસ મથકની બહાર જીપનું ઠાઠુ પકડાવી માર મારવામાં આવ્યો હતો. ત્યારપછી પીએસઆઈ પીપરવાડીયા પર જીવલેણ હુમલો કરવા અંગે આઈપીસી ૩૦૭ હેઠળ ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરાઈ હતી.
ત્યાંથી આરોપીઓને અદાલતમાં રજૂ કરાતા જીતેન્દ્રસિંહ તથા મહાવીરસિંહને થયેલી ઈજાઓ નિહાળી અદાલતે જેલ મારફત સારવાર કરાવવાનો હુકમ કર્યાે હતો અને તે પછી જામનગરની જી.જી. હોસ્પિટલમાં બંને વ્યક્તિએ સારવાર મેળવી હતી. આ બાબતની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ઉપરોક્ત ફરિયાદ અંગે લાલપુરની જ્યુ. મેજી. ફ.ક. એમ.એચ. મકવાણાએ હોટલના સંચાલક વસંત રબારી, હસન વીજપરા, વાડીનારના પીએસઆઈ હુસેનભાઈ પીપરવાડીયા, સ્ટાફના શક્તિસિંહ, નિર્મળસિંહ, અભિજીતસિંહ, પ્રવીણસિંહ, એલસીબીના પીએસઆઈ આલ, પો.કો. બાબભા, જયુભા, રણમલભાઈ તથા ભરતસિંહ સામે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૧), ૧૧૪ હેઠળ પ્રોસેસનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ નીખિલ બી. બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી, સમર્થ વેકરીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial