Advertisement
Author: નોબત સમાચાર

રાત્રિના સમયે ખેતરે રખોપુ રાખવા ગયેલા પ્રૌઢની તિક્ષણ હથિયાર વડે કરપીણ હત્યા

લાડવા ગામની સીમમાં થયેલી હત્યાના પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ

દ્વારકા તા. ૬: દ્વારકાના સતવારાપાડામાં રહેતા એક પ્રૌઢ ગુરૂવારની રાત્રે લાડવા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે રખોપુ રાખવા માટે ગયા પછી રાત્રિના સમયે તેઓની કોઈ શખ્સોએ માથામાં તિક્ષણ હથિયારના ઝીંકી હત્યા કરી નાખી છે. ગઈકાલે સવારે ઘેર પરત ન આવેલા આ પ્રૌઢના પરિવારે તપાસ કરતા તેઓ ખેતરમાંથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનો ઘોડા દોડાવ્યા છે.

દ્વારકા શહેરના સતવારા પાડામાં આવેલી સોનગરા શેરી માં રહેતા સતવારા મોહનભાઈ ભીમાભાઈ સોનગરા નામના પ્રૌઢ ગુરૂવારની રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરેથી લાડવા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે રખોપુ રાખવા માટે નીકળ્યા હતા.

ત્યારપછી ગઈકાલે સવારે મોહનભાઈ ઘેર પરત ન આવતા તેમના પુત્ર સતિષભાઈ સહિતના પરિવારજનોએ ખેતરે દોડી જઈ તપાસ કરતા ત્યાં મોહનભાઈ માથામાં ઈજા પામેલી હાલતમાં અને મૃત્યુ પામેલા મળી આવ્યા હતા. તેઓના મૃતદેહને નિહાળી તેમનો પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. બનાવની પોલીસને જાણ કરાતા દ્વારકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડયો હતો.

પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. મૃતકના માથામાં કોઈ તિક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા છે. પોલીસે મૃતકના પુત્ર સતિષભાઈની ફરિયાદ પરથી બીએનએસની કલમ ૧૦૩ (૧) તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક મોહનભાઈ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓના બે પુત્ર પણ ખેતી સાથે સંકળાયેલા છે. આ પ્રૌઢની કયા કારણસર હત્યા કરવામાં આવી તેની પોલીસે તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh