Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થેલેસેમિયાના જરૂરતમંદ દર્દીઓ માટે
ખંભાળિયા તા. ૪: થેલેસેમિયા દર્દીઓ માટે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા-ખંભાળિયામાં તારીખ પ-૪-ર૦રપ ના મેગા રક્તદાન કેમ્પ યોજાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક માત્ર ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં આવેલી બ્લડબેંકમાં ૧ર૦ થી ૧પ૦ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ હોય તેમને વારંવાર લોહીની જરૂર પડતી હોય તથા દ્વારકા જિલ્લામાંથી ૪૦ ટકા દર્દી જામનગર જી.જી. હોસ્પિટલમાં જતા હોય, આ દર્દીઓની જરૂરત પૂર્ણ કરવાના એક પ્રયત્નરૂપે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તા. પ-૪-ર૦પ ના મેગા રક્તદાન કેમ્પનું જિલ્લામાં બે સ્થળે આયોજન કર્યું છે.
ખંભાળિયા પાલિકા ટાઉનહોલમાં ખંભાળિયા, વાડીનાર, સલાયા તથા ભાણવડના પોલીસ સ્ટાફ તથા મીડિયા મિત્રો આગેવાનો માટે તથા દ્વારકામાં સનાતન આશ્રમ પોલીસ સ્ટેશન પાસે દ્વારકામાં દ્વારકા, મીઠાપુર, ઓખા તથા કલ્યાણપુર અને બેટ પોલીસ સ્ટેશનના સ્ટાતથા મીડિયા મિત્રો અને આગેવાનો માટે સવારના ૮ થી સાંજના ૭ વાગ્યા સુધી યોજાયેલ છે. જેમાં રક્તદાન કરીને આપના કિંમતી લોહીથી કોઈની જિંદગી બચાવવામાં મદદરૂપ થવા અપીલ કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે, ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ, વિસ્મયભાઈ તથા એલ.સી.બી. પો.ઈ. કે.કે. ગોહિલ, પો.સ.ઈ. વી.એમ. દેવમુરારી તથા દ્વારકા જિલ્લાના તમામ પોલીસ મથકોના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ખાસ જહેમત ઊઠાવવામાં આવી રહી છે. આગેવાનો, મીડિયાના મિત્રો, જી.આર.ડી. એસ.આર.ડી. ટ્રાફિક બ્રીગેડ, હોમગાર્ડઝ તથા પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં આ રક્તદાન મેગા કેમ્પમાં જોડાશે તથા પોતાને નજીક પડતા સ્થળે રક્તદાન કેમ્પમાં જોડાઈ રક્તદાન મહાદાનનું સૂત્ર સાર્થક કરવા જિલ્લા પોલીસ વડા શ્રી જીતેશકુમાર પાંડે દ્વારા અપીલ થઈ છે. ઉલ્લેખનિય છે કે, દ્વારકા જિલ્લા પોલીસના અનેક પોલીસ સ્ટેશનો અવારનવાર કેમ્પ કરી રક્તદાન સેવા કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial